T20 વર્લ્ડકપમાં ભયંકર તબાહી મચાવી શકે છે આ ક્રિકેટર્સ, ભારતના 2 સૂરમાઓ પર ખાસ નજર

T20 World Cup 2024: કેનેડા અને અમેરિકા વચ્ચેની મેચ સાથે T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત ધમાકેદાર થઈ ચૂકી છે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં યજમાન અમેરિકાએ કેનેડાને 7 વિકેટે હરાવ્યું હતું. જેમ જેમ મેચો આગળ વધશે તેમ તેમ ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ પણ ચરમસીમાએ પહોંચશે. અમે એવા 5 ક્રિકેટરોના નામ લાવ્યા છીએ જે આ ICC ટૂર્નામેન્ટમાં તબાહી મચાવી શકે છે. તેમાં 2 ભારતીય ખેલાડીઓ પણ સામેલ છે.

વિરાટ કોહલી

1/5
image

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં પુરી થયેલી IPL 2024માં કોહલીએ 15 મેચોમાં 155ના સ્ટ્રાઈક રેટથી 741 રન બનાવ્યા હતા અને તે ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર હતો. તેણે T20 ફોર્મેટ માટે તેની બેટિંગમાં સુધારો કર્યો છે. તે ઝડપી બેટિંગ કરી રહ્યો છે. જો કોહલી પોતાનું IPL ફોર્મ જાળવી શકશે તો ભારત T20 વર્લ્ડ કપ જીતવાની પોતાની આશા જીવંત રાખી શકે છે.

રસેલ

2/5
image

KKRને આઈપીએલ 2024ની ફાઈનલ જીતીને ચેમ્પિયન બનાવવામાં વેસ્ટ ઈન્ડિઝના આ વિસ્ફોટક ઓલરાઉન્ડરની ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. આ આક્રમક બેટ્સમેને તેની ટીમ માટે 185ના સ્ટ્રાઈક રેટથી મહત્વપૂર્ણ રન બનાવ્યા અને અંતે મુશ્કેલ ઓવરોમાં બોલિંગ કરી 19 વિકેટો લીધી. તે તેનું વર્તમાન ફોર્મ અને મોટી મેચોનો બહોળો અનુભવ છે જે રસેલને ઘર આંગણાની પરિસ્થિતિમાં વધુ વિસ્ફોટક બનાવે છે. જો આગામી ટુર્નામેન્ટમાં રસેલનું IPL ફોર્મ ચાલુ રહેશે તો વેસ્ટ ઈન્ડિઝની ટીમ ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતવાનો દાવો દાખવી શકે છે.

ટ્રેવિસ હેડ

3/5
image

આ ખતરનાક ઓપનર જેણે એકલા હાથે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપની અંતિમ મેચ જીતી હતી. જો તે શાનદાર બેટ્સમેન ન હોત તો કદાચ ઓસ્ટ્રેલિયા બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ચૂકી ગયું હોત. હેડની એટેકિંગ મોડ અને ટોપ ઓર્ડરમાં વિસ્ફોટક બેટિંગ ક્ષમતા IPLમાં એક અલગ સ્તરે પહોંચી હતી, જ્યાં તેણે 191.5ના અકલ્પનીય સ્ટ્રાઈક-રેટથી બેટિંગ કરી હતી અને બોલરોને દબાણમાં રાખે છે. જો હેડ ઓસ્ટ્રેલિયા માટે મોટી મેચોમાં પોતાનું ફોર્મ જાળવી રાખશે તો ઓસ્ટ્રેલિયાને ICC ટાઇટલ જીતવાની હેટ્રિક હાંસલ કરવામાં નવાઈ નહીં લાગે.

હેનરિક ક્લાસેન

4/5
image

દક્ષિણ આફ્રિકાના આ વિસ્ફોટક બેટ્સમેનને ઘણા લોકો સફેદ બોલ ક્રિકેટનો શ્રેષ્ઠ હિટર માને છે. ક્લાસેન સ્પિનરોને ઝુડવા માટે ખાસ મનાય છે. આ એવું છે જે આપણે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને વારંવાર કરતા નથી જોતા. ક્લાસેન ફાસ્ટ બોલરો સામે પણ એટલો જ અસરકારક સાબિત થઈ રહ્યો છે. આઈપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે તેણે ઘણી વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. જમણા હાથના બેટ્સમેને એ પણ કરી બતાવ્યું છે કે તે જરૂર પડ્યે ગિયર બદલી શકે છે અને બોલરોને હંફાવી શકે છે.

જસપ્રિત બુમરાહ

5/5
image

તમામ ફોર્મેટમાં વિશ્વનો શ્રેષ્ઠ બોલર છે જસપ્રિત બુમરાહે. જસપ્રિતે બતાવી દીધું છે કે એક ઝડપી બોલર બેટ્સમેન પર કેટલું પ્રભુત્વ ધરાવી શકે છે. તે ત્રણેય ફોર્મેટમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ટોચના બોલરોમાંનો એક છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2024 ના અભિયાન દરમિયાન 6.5ના ઈકોનોમી રેટથી 20 વિકેટ ઝડપી હતી. જો બુમરાહ તેનું ફોર્મ જાળવી રાખશે તો બેટ્સમેન માટે ક્રિઝ પર રહેવું મુશ્કેલ બનશે. ભારતીય ચાહકો પણ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે.