Indian Economy: મોર્ગન સ્ટેનલીએ કહ્યું, 2027 સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
Morgan Stanley On India Outlook: રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આગામી દાયકામાં ભારતનો જીડીપી સરેરાશ 6.5 ટકા રહેવાનો છે જ્યારે ચીનનો સરેરાશ જીડીપી 3.6 ટકા રહી શકે છે.
Indian Economy: 2027 સુધી ભારતીય અર્થવ્યવસ્થા દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. રિસર્ચ એજન્સી મોર્ગન સ્ટેનલી (Morgan Stanley) એ આ ભવિષ્યવાણી કરી છે. મોર્ગન સ્ટેનલીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે આગામી 10 વર્ષોમાં ભારતનો જીડીપી હાલના 3.4 ટ્રિલિયન ડોલરથી વધીને બમણો 8.5 ટ્રિલિયન ડોલર થઇ જશે. રિપોર્ટ અનુસાર ભારત દર વર્ષે પોતાના જીડીપીમાં 400 અરબ ઉમેરશે. તેનાથી વધુ જીડીપી ફક્ત અમેરિકા અને ચીનનો રહેવાનો છે.
મોર્ગન સ્ટેનલીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે ભારતીય શેર બજારના માર્કેટ કેપિટલાઇઝેશન દુનિયામાં ત્રીજી સૌથી વધુ રહેશે. રિપોર્ટ અનુસાર ભારતીય બજારની માર્કેટ કેપ 2032 સુધી 3.4 ટ્રિલિયન ડોલરથી વધીને 11 ટ્રિલિયન ડોલર રહેવાનું અનુમાન છે. જોકે આ બધુ સ્થાનિક ઘરેલૂ અને વૈશ્વિક માહોલ બાદ જ સંભવ થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેના માટે રોકાણ અને રોજગારની તક વધવાને લઇને સારી પોલિસી પર ભાર મુકવો પડશે.
મોર્ગન સ્ટેનલીના અનુસાર જીએસટીના લાગૂ થતાં ઘરેલૂ બજારના એકીકરણમાં મદદ મળી છે સાથે જ કોર્પોરેટ ટેક્સમાં કાપ સાથે દેશમાં અલગ અલગ સેક્ટર્સમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે પ્રોડક્શન લિંક્ડ ઇંસેંટિવનો પણ ફાયદો મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર સર્વિસિઝ એક્સપોર્ટમાં ભારતની ભાગીદારી પહેલાંથી વધુ છે અને મહામારી દરમિયાન તેમાં વધારો જોવા મળ્યો છે.
Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube