શેર બજારમાં દરરોજ સ્ટોક એક્શન જોવા મળે છે. આજે તો એક નવો રેકોર્ડ બન્યો છે. ટાયર સેક્ટરની એક દિગ્ગજ કંપનીના શેરે એક લાખ રૂપિયાનું લેવલ ટચ કર્યું છે. ભારતીય શેરબજારમાં આ શેર સૌથી મોંઘો સ્ટોક છે. એક લાખ રૂપિયાના લેવલ સુધી પહોંચનારો આ પહેલો શેર છે. શેરે ઈન્ટ્રાડેમાં 100,300 રૂપિયાનું લાઈફટાઈમ હાઈ પણ બનાવ્યું છે. શેરમાં રેકોર્ડબ્રેક તેજીથી રોકાણકારોને બંપર ફાયદો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોકાણકારો માલામાલ
MRF ટાયર કંપનીએ વર્ષના સમયગાળામા રોકાણકારોને ધમાકેદાર રિટર્ન આપ્યું છે. એક્સચેન્જના આંકડા મુજબ ટાયર સ્ટોક  ગત એક વર્ષમાં 46 ટકા ચડી ચૂક્યો છે. એટલે કે દરેક શેર પર રોકાણકારોને 31,431 રૂપિયાનો ફાયદો થયો છે. શેરે ગત 6 મહિનામાં 10 ટકાનું પોઝિટિવ રિટર્ન આપ્યું છે. 


MRF શેરની હજારથી લાખ રૂપિયા સુધીની સફર


1000 ~ 3rd May 1995  
10000 ~ 16th Feb 2012 ~ 3865 દિવસ
20000 ~ 17th Dec 2013 ~ 458 દિવસ
30000 ~ 8th Sept 2014 ~ 179 દિવસ
40000 ~ 27th Jan 2015 ~ 92 દિવસ
50000 ~ 28th  Sept 2016 ~ 413 દિવસ
60000 ~ 27th March 2017 ~ 122 દિવસ
70000 ~ 27th April 2017 ~ 21 દિવસ
80000 ~ 17th April 2018 ~ 241 દિવસ
90000 ~ 20th Jan 2020 ~ 685 દિવસ
100000 ~ 13th June 2023