Mukesh Ambani Nil Salary: દેશ જ નહી દુનિયાના દિગ્ગજ બિઝનેસ મેનમાં સામેલ અરબપતિ બિઝનેસમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) એક મોટું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. મુકેશ અંબાણીએ કોરોના મહામારી બાદ સતત બીજા વર્ષે પોતાની કંપની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ (Reliance Industries) માંથી કોઇ પગાર લીધો નથી. અંબઍણી કોરોના મહામારીના લીધે વેપાર અને અર્થવ્યવસ્થા પ્રભાવિત થતાં સ્વેચ્છાએ પોતાનો પગાર છોડી દીધો હતો. એક રિપોર્ટ અનુસાર આ જાણકારી સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુકેશ અંબાણી લીધો નથી પગાર
આરઆઇએલએ પોતાના તાજા વાર્ષિક રિપોર્ટ અનુસાર કહ્યું કે નાણાકીય વર્ષ 2020-21 માટે અંબાણીનો પગાર 'શૂન્ય' હતો. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જૂન 2020 થી 2020-21 માટે પોતાનો પગાર છોડવાનો નિર્ણય કર્યો. તેમણે કોરોના વાયરસ મહામારીના લીધે નિર્ણય કર્યો, જેણે દેશના આર્થિક અને ઔદ્યોગિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી. મુકેશ અંબાણીએ પગારના રૂપમાં એક રૂપિયો પણ લીધો નથી. આ રિપોર્ટ આવ્યા બાદ મુકેશ અંબાણી એક ઉદાહરણ રજૂ કર્યું છે. 

વરસાદમાં મચ્છર-માખીઓએ કરી રહી છે પરેશાન! બસ ફોનમાં Download કરો આ Apps


મુકેશ અંબાણીએ રજૂ કર્યું ઉદાહરણ
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં મુકેશ અંબાણીએ 2021-22 માં પણ પોતાનો પગરા લીધો નહી. એટલે કે કુલ મળીને બે વર્ષથી મુકેશ અંબાણીએ પગાર લીધો નથી. તેમણે આ બંને વર્ષોમાં અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટરના રૂપમાં પોતાની ભૂમિકા માટે રિલાયન્સ પાસેથી કોઇપણ ભથ્થું, લાભો, નિવૃત્તિ લાભો, કમીશન અથવા સ્ટોક વિકલ્પનો લાભ લીધો નથી. આ પહેલાં તેમણે એક વ્યક્તિગત ઉદાહરણ રજૂ કરતાં અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટરના વેતનને 2008-09 થી 15 કરોડ રૂપિયા સુધી સીમિત કરી દીધું હતું. તેમના પિતરાઇ ભાઇ નિખિલ અને હીતલ મેસવાણીનો પગાર 24 કરોડ રૂપિયા પર અપરિવર્તિત રહ્યો, પરંતુ આ વિશે 17.28 કરોડ રૂપિયાનો કમીશન લાભ હતો. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીએમએસ પ્રસાદ અને પવન કુમાર કપિલના પગારમાં સામાન્ય ઘટાડો થયો.