Jio financial result: મુકેશ અંબાણીની કંપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડે માર્ચ ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે. આ ત્રિમાસિકમાં કંપનીનો નેટ પ્રોફિટ છ ટકા વધીને 311 કરોડ રૂપિયા રહ્યો. મુખ્યરૂપથી આવક વધતાં કંપનીનો લાભ વધ્યો છે. તમને જણાવી દઇએ કે રિલાયન્સ ઇંડ્સ્ટ્રીઝ લિમિટેડથી અલગ થયેલી નાણાકીય સેવા કંપનીએ ડિસેમ્બર ત્રિમાસિકમાં 294 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમત
₹450 પર જઇ શકે છે આ શેર, ખરીદવા માટે પડાપડી, મુકેશ અંબાણીની છે કંપની


કમાણી અને ખર્ચ
2023-24ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક નજીવી રીતે વધીને રૂ. 418 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 414 કરોડ હતી. તેનો ખર્ચ પણ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 99 કરોડની સરખામણીએ નજીવો વધીને રૂ. 103 કરોડ થયો છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24માં કંપનીનો નફો અનેક ગણો વધીને રૂ. 1,605 કરોડ થઈ ગયો છે, જે ગયા નાણાકીય વર્ષમાં રૂ. 31 કરોડ હતો.


મોદી સરકારની ગેરન્ટીની પડશે સીધી અસર, આ 20 સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની સીધી નજર
મોદી રાજમાં ઉછળ્યા ગુજરાતની કંપનીઓના શેર, 5 વર્ષમાં આપ્યું 1892% સુધીનું રિટર્ન


શેરની હાલત
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેર વિશે વાત કરીએ તો, તે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ગુરુવારે 370 રૂપિયા પર બંધ થયો હતો. શેર એક દિવસ અગાઉની સરખામણીએ 2.17% ઘટ્યો હતો. ગયા ગુરુવારે શેર રૂ. 384.35ની સપાટીએ પહોંચ્યો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી પણ છે.


Modi સરકારના પહેલાં 100 દિવસ કેમ હોય છે ખાસ? ગુજરાતથી ચાલ્યો આવે છે સિલસિલો
AI AC: લાઇટબિલ બચાવશે આ AC! હવે તમે નક્કી કરશો તમારું બિલ, જાણો કિંમત અને ફીચર્સ


શેર પર એક્સપર્ટની રાય
એકપર્ટને અનુમાન છે કે શોર્ટ ટર્મમાં શેર પર 'મંદી' હાવી છે. રેલિગેયર બ્રોકિંગના રવિ સિંહે કહ્યું કે  શોર્ટ ટર્મમાં 335 રૂપિયાના સ્તર સુધી જઇ શકે છે. આ સ્તર પર ખરીદવાની સલાહ આપવામાં આવી છે. અનુમાન છે કે રિકવરી બાદ શેર 370 રૂપિયા પર જશે. એંજેલ વનમાં સિનિયર રિસર્ચ એનાલિસ્ટ-ટેક્નિક એન્ડ ડેરિવેટિવ્સ, ઓશો કૃષ્ણને કહ્યું કે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના સ્ટોક ઝડપથી વધી રહ્યા છે. જોકે નફો થઇ શકે અથવ કરેક્શનના સંકેત છે. ટિપ્સ 2 ટ્રેડ્સના એઆર રામચંદ્રને કહ્યું કે શેર શોર્ટ ટર્મમા6 318 રૂપિયાના નીચલા સ્તર પર જઇ શકે છે.