₹450 પર જઇ શકે છે આ શેર, ખરીદવા માટે પડાપડી, મુકેશ અંબાણીની છે કંપની
Jio Financial shares: જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (Jio Financial Services) ના શેર ફોકસમાં છે. કંપનીના શેર 5% સુધી વધી ગયા અને 371.75 રૂપિયા પર ઇંડ્રા ડે હાઇપર પહોંચી ગયો.તમે જો ટૂંકાગાળામાં નફો કમાવવા માગો છો તો આ ઉત્તમ સાબિત થઈ શકે છે.
Trending Photos
Jio Financial shares: મંગળવારે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (Jio Financial Services) ના શેરો પર ફોકસ હતું. કંપનીનો શેર 5% જેટલો વધીને રૂ. 371.75 ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. શેરના આ વધારા પાછળ એક મોટું કારણ છે. જોકે રિલાયન્સ ગ્રૂપની કંપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (Jio Financial Services) એ સોમવારે એસેટ મેનેજમેન્ટ અને બ્રોકિંગ બિઝનેસ સેટ કરવા માટે બ્લેકરોક (BlackRock) સાથે 50:50 ભાગીદારીવાળા એક સંયુક્ત સાહસની જાહેરાત કરી હતી.જેના પગલે શેરોના ભાવમાં સારો એવો વધારો પણ થયો છે.
જિયો ફાઇનાન્શિયલ (Jio Financial ) એ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેણે દેશમાં એક ફંડ મેનેજમેન્ટ કંપની અને બ્રોકરેજ ફર્મની રચનાના હેતુ માટે કંપની અને બ્લેકરોક વચ્ચે 50:50 સંયુક્ત સાહસ રચવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે સંયુક્ત સાહસ બ્લેકરોક ઇન્ક સાથે તેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ કંપની બ્લેકરોક વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ ફર્મ છે. અગાઉ, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (Jio Financial Services) એ ડિજિટલ ફર્સ્ટ ઓફર દ્વારા એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગને બદલવા અને ભારતમાં રોકાણકારો માટે રોકાણ સોલ્યુશન્સ સુધી પહોંચવા માટે 26 જુલાઈ, 2023 ના રોજ 50:50 ભાગીદારાવાળા સંયુક્ત સાહસ કરવાની જાહેરાત કરી હતી.
શેરની સ્થિતિ
છેલ્લા છ મહિનામાં જિયો (Jio) ના શેરમાં 64 ટકાનો વધારો થયો છે. જિયો (Jio) એ નવેમ્બર 2023 થી માર્ચ 2024 સુધી સતત પોઝિટિવ મંથલી રિટર્ન આપ્યું છે. તમને જણાવી દઈએ કે Jio Financial ના શેર ઓગસ્ટ 2023 માં લિસ્ટ થયા હતા. તેની 52 સપ્તાહની ઊંચી કિંમત 378.70 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી કિંમત 204.65 રૂપિયા છે. તેની માર્કેટ કેપ રૂ. 2,30,147.72 કરોડ છે. જેએમ ફાઇનાન્શિયલએ જણાવ્યું હતું કે, "સ્ટૉકે રૂ. 340-350ની આસપાસ નવો આધાર બનાવ્યો છે. તે વર્તમાન સ્તરે પણ પોઝિટિવ લાગે છે. Jio ફાઇનાન્શિયલની લક્ષ્ય કિંમત રૂ. 450 છે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે