PM Modi News: મોદી સરકારના પહેલાં 100 દિવસ કેમ હોય છે ખાસ? ગુજરાતથી ચાલ્યો આવે છે સિલસિલો
100 Day Plan PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે AI ની મદદથી 2047 માટે વિકસિત ભારતનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમણે નવી સરકારના પહેલાં 100 દિવસ્નો પ્લાન તૈયાર કરી દીધો છે. વિપક્ષ હુમલાવર છે પરંતુ સોશિયલ મીડીયા પર શેર કરવામાં આવેલી એક પોસ્ટથી ખબર પડે છે કે આ મોદીની પોતાની સ્ટાઇલ રહી છે.
Trending Photos
Lok Sabha Chutani: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી રેલીઓ અને ઇન્ટરવ્યુંમાં કહી રહ્યા છે કે તેમણે નવી સરકારના 100 દિવસનો એજન્ડા પણ તૈયાર કરી લીધો છે. તેના માટે તેમણે મંત્રાલયોના અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. ખૂબ ચર્ચા થઇ લોકોના અભિપ્રાયો લેવામાં આવ્યા છે. તે મિશન 2047 ની વાતો કરી રહ્યા છે. આ બધુ ત્યારે છે જ્યારે અત્યારે ચૂંટણી શરૂ પણ થઇ નથી અને મોદી લોકસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે.
દિવસે રિઝર્વ બેંકમાં નોકરી, રાત્રે અભ્યાસ, કહાની UPSC માં 6ઠ્ઠા રેંકવાળી સૃષ્ટીની
મોદી સરકારની ગેરન્ટીની પડશે સીધી અસર, આ 20 સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની સીધી નજર
નવી સરકારના 100 દિવસના પ્લાનની ચર્ચા ખૂબ છે. એવું શું છે જે અત્યારથી તૈયાર થઇ ગયું? વિપક્ષ સવાલ ઉભા કરી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પીએમ મોદી પહેલાંથી જ સચિવોને બુલાવીને આગામી પાંચ વર્ષોના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી રહ્યા છે, આ પ્રકાર અતિ આત્મવિશ્વાસ અને અહંકાર દેશ અને લોકતંત્ર માટે સારો નથી. આ દરમિયાન મોદી આર્કાઇવ એક્સ હેન્ડલ પરથી સમાચારનું કટિંગ શેર કરવામાં આવ્યું છે જે સોશિયલ મીડીયા પર વાયરલ થઇ રહ્યો છે.
Dubai Flood: UAE માં 75 વર્ષમાં સૌથી વધુ વરસાદ, સ્કૂલો બંધ, એરપોર્ટમાં પાણી જ પાણી
AI AC: લાઇટબિલ બચાવશે આ AC! હવે તમે નક્કી કરશો તમારું બિલ, જાણો કિંમત અને ફીચર્સ
જોકે આ ગુજરાતીમાં પ્રકાશિત જૂનો અહેવાલ છે. 7 ઓક્ટોબર 2001 ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં પહેલીવાર શપથ લીધા હતા. મોદી આર્કાઇ એક્સ હેન્ડલ પર જણાવવમાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીનો 100 દિવસનો એકશન પ્લાન તેમનો પોતાનો એપ્રોચ રહ્યો છે. જે ટાર્ગેટને ઘણા ભાગમાં વહેંચી દે છે. તેનાથી જવાબદેહી સુનિશ્વિત કરવાની સાતેહ જ લક્ષ્યને પુરો કરવામાં મદદ મળે છે.
કોહલીથી માંડીને ગેલ સુધી... બટલરની તોફાની સદીથી ધ્વસ્ત થયા IPL ના અનેક રેકોર્ડ
3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમત
પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 100 દિવસના એક્શન પ્લાનમાં શું-શું કામ કરવામાં આવ્યું. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બેદરકાર અમલદારો પર કડક કાર્યવાહીથી માંડીને નરેન્દ્ર મોદીએ હરાજીમાંથી મળેલી રકમ દીકરીઓના શિક્ષણમાં લગાવી દીધી. આ સાથે જ એક્સ પર સમાચારના એક કટિંગમાં મોદીનો ફોટો પણ જોવા મળે છે. તારીખ 17.01.2002 લખવામાં આવી છે.
ત્યારથી 100 દિવસનો એજન્ડા
શેર કરવામાં આવેલો અહેવાલ ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં તેમની સરકારના પહેલાં 100 દિવસ પુરા કર્યા બાદની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આળસુ અમલદારો વિરૂદ્ધ કડક કાર્યવાહીથી માંડીને હરાજીમાંથી પ્રાપ્ત થયેલી રકમને દિકરીઓના શિક્ષણમાં લગાવવા સુધી ઘણા ઉદાહરણો રજૂ કરવામાં આવ્યા હતા.
ટાટાના શેરમાં મચી ગયો હાહાકાર, તૂટીને ₹78 પર આવી ગયો ભાવ, તમે પણ લગાવ્યો છે દાવ?
Ram Mandir: પ્રભુ રામના 'દિવ્ય અભિષેક' સમયે જોવા મળ્યો અદભૂત નજારો, શંખનાદ વચ્ચે સૂર્યવંશી રામનું 'સૂર્ય તિલક'
સીએમ નરેન્દ્ર મોદીએ ભૂકંપ પીડિતો સાથે દિવાળી ઉજવી અને વ્યક્તિગત રૂપથી આઇએએસ અધિકારીઓ સમક્ષ તેમની દુર્દશા વિશે પણ જણાવ્યું. જમીની સ્તર પર કામ કરવાની જરૂરિયાત પર ભાર મુકતાં તેમણે ગ્રામ સભાઓ અને લોક કલ્યાણ મેળાની શરૂઆત કરી, જેને વહિવટીતંત્ર અને લોકો વચ્ચેનું અંતર ઓછું થાય. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે તેનાથી ખબર પડે છે કે નરેન્દ્ર મોદીના એપ્રોચની તુલના 'કર્મયોગી' સાથે કેમ કરવામાં આવે છે કારણ કે તે રાજકારણથી વધુ લોકોની પ્રાથમિકતાને મહત્વ આપે છે.
1 ઓક્ટોબરથી બદલાઇ જશે લોન લેવાના નિયમ, RBI એ બેંકોને જાહેર કર્યા દિશાનિર્દેશ
ગુજરાતમાં એકમાત્ર આ જગ્યાએ થાય છે મૃત મહિલાઓનું શ્રાદ્ધ, જાણો ખાસ તથ્યો
મોદી પણ કહે છે, હજુ તો ટ્રેલર છે
તાજેતરમાં પીએમ મોદીએ એક ઇન્ટરવ્યુંમાં ત્રીજા કાર્યકાળની તૈયારીઓ સાથે 100 દિવસના એક્શન પ્લાન વિશે પણ જણાવ્યું. પીએમ મોદીએ કહ્યું કે હું માનું છું કે અત્યાર સુધી મે બધુ બરાબર કરી લીધું છે. હજુ મારે ઘણું બધુ કરવાનું છે કારણ કે હું જોવું છું કે મારા દેશને હજુ કેટલી જરૂરિયાતો છે. દરેક પરિવારનું સપનું કેવી રીતે પુરૂ થશે, એ મારા દિલમાં છે. એટલા માટે હું કહું છું કે જે થયું તે હજુ ટ્રેલર છે, હું તેનાથી વધુ દેશ માટે કરવા માંગુ છું. આ પહેલાં પણ પીએમ મોદી 2014 અને 2019 ની લોકસભા ચૂંટણીમાં 100 દિવસના એક્શન પ્લાનને લઇને ચૂંટણી મેદાનમં ઉતર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે