Jio UPI Payment News: Phonepe-Paytm ની વાગી જશે બેન્ડ! યુપીઆઈ ટ્રાન્સફર માટે માર્કેટમાં આવ્યો આ જાયન્ટ કિલર. જીહાં, મુકેશભાઈ હવે યુપીઆઈ મનીસ્ટ્રાન્સફરની સિસ્ટમ સાથે માર્કેટમાં આવી રહ્યાં છે. આ સમાચાર મળતાની સાથે જ અંબાણી ગ્રૂપનો એક શેર હાલ માર્કેટમાં હલચલ મચાવી રહ્યો છે. અહીં વાત થઈ રહી છે જીઓની. જીઓ હવે  UPI પેમેન્ટ પણ લેશે! મુકેશ અંબાણી ટૂંક સમયમાં UPI સેક્ટરમાં પ્રવેશવાની યોજના બનાવી રહ્યા છે. આ સેગમેન્ટમાં Jioની એન્ટ્રીને કારણે PhonePe અને Paytm વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે આ સેક્ટરમાં એન્ટ્રી કરી રહ્યાં છે મુકેશભાઈઃ
ટેલિકોમ સેક્ટરમાં ઈતિહાસ રચ્યા બાદ મુકેશ અંબાણી હવે ટૂંક સમયમાં જ UPI સેક્ટરમાં પ્રવેશવાની યોજના બનાવી રહ્યા છે. આ સેગમેન્ટમાં Jioની એન્ટ્રીને કારણે PhonePe અને Paytm વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની છે. Jio એ ટેલિકોમ સેક્ટરમાં ફ્રી ડેટા અને કોલિંગ સુવિધાઓ આપીને ગ્રાહકો મેળવ્યા અને બાદમાં માર્કેટ કબજે કર્યું.


મુકેશ અંબાણીને થશે મોટો ફાયદોઃ
મળતી માહિતી મુજબ, Jio ટૂંક સમયમાં જ સાઉન્ડબોક્સને બજારમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. Jio એ રિટેલ આઉટલેટ્સ પર સાઉન્ડબોક્સનું વેચાણ શરૂ કર્યું છે. આ પેટીએમ સાઉન્ડબોક્સ સાથે સીધી સ્પર્ધા કરશે. Paytm ને આની સીધી અસર થશે તેમાં કોઈ નવાઈ નથી. સાઉન્ડબોક્સ ટૂંક સમયમાં મુકેશ અંબાણીની Jio Pay એપમાં ઉમેરવામાં આવશે. ઇટી નાઉના અહેવાલ મુજબ, જિયો તરફથી સાઉન્ડબોક્સની ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે. હાલમાં, આ સેગમેન્ટમાં ઘણી એપ્સ પહેલેથી જ ઉપલબ્ધ છે. હાલમાં RBI દ્વારા Paytm વિરુદ્ધ કરવામાં આવેલી મોટી કાર્યવાહીનો ફાયદો મુકેશ અંબાણીને મળી શકે છે.


ગ્રાહકોને આકર્ષક ઓફ્સ મળશેઃ
UPI માર્કેટ કબજે કરવા માટે મુકેશ અંબાણી ગ્રાહકોને ઘણી આકર્ષક ઑફર્સ પણ આપી શકે છે. Jioના આ પ્લાનને કારણે અન્ય કંપનીઓની ચિંતા ઘણી વધી રહી છે. જિયો પેટીએમ પર લાદવામાં આવેલા પ્રતિબંધનો લાભ સરળતાથી લઈ શકે છે. હાલમાં ફોન પે, ગૂગલ પે, એમેઝોન પે અને પેટીએમ એપ માર્કેટમાં ઉપલબ્ધ છે. તે જ સમયે, તાજેતરમાં ફ્લિપકાર્ટે બજારમાં UPI સેવાની સુવિધા પણ શરૂ કરી છે. ફ્લિપકાર્ટે એક્સિસ બેંક સાથે મળીને UPI સુવિધા શરૂ કરી છે. કંપનીએ UPI હેન્ડલ (@fkaxis) લોન્ચ કર્યું છે. હાલમાં તે માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે.