નવી દિલ્હી: દેશની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) સાર્વજનિક ક્ષેત્રની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (IOC) ને પછાડતાં દેશમાં સૌથી વધુ આવક નોંધાવનાર કંપની બની ગઇ છે. પેટ્રોલિયમથી માંડીને, છૂટક વેચાણ અને ટેલિકોમ જેવા વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલી આરઆઇએલનું 2018-19માં કુલ મળીને 6.23 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો જ્યારે IOC એ 31 માર્ચ 2019 ને સમાપ્ત નાણાકીય વર્ષમાં 6.17 લાખ કરોડ રૂપિયાનો એકીકૃત બિઝનેસ કર્યો. બંને કંપનીઓ દ્વારા આપવામાં આવેલી નિયમનકારી માહિતીમાં આ જાણકારી સામે આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસની તેજી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ત્રીજા દિવસે રાહત, આ રહ્યો આજનો ભાવ


RIL શુદ્ધ લાભના મામલે પણ સૌથી આગળ
આરઆઇએલ શુભ લાભ પ્રાપ્ત કરવાના મામલે પણ સૌથી આગળ રહી. સમાપ્ત નાણાકીય વર્ષમાં સૌથી શુદ્ધ લાભ IOC ના મુકાબલે બમણા કરતાં વધુ રહ્યો. વધતા જતા બિઝનેસ વચ્ચે રિલાયન્સનો શુદ્ધ લાભ 2018- 19 માં 39,588 કરોડ રૂપિયા રહ્યો જ્યારે ઇન્ડીયન ઓઇલે સમાપ્ત નાણાકીય વર્ષમાં 17,274 કરોડ રૂપિયાનો ફાયદો નોધાવ્યો છે. લગભગ એક દાયકા પહેલાં ઇન્ડીયન ઓઇલના મુકાબલે RIL નો બિઝનેસ અડધો હતો પરંતુ કંપની દ્વારા ટેલિકોમ, છૂટક અને ડિજિટલ સેવાઓના ક્ષેત્રમાં વિસ્તાર કરવાથી તેના બિઝનેસમાં ઝડપથી વધારો થયો.

Oppo નો Reno સીરીઝ સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


IOC ગત વર્ષ સુધી દેશની સૌથી વધુ ફાયદો કમાનાર કંપની હતી
IOC ગત વર્ષ સુધી દેશની સૌથી વધુ ફાયદો કમાનાર કંપની હતી પરંતુ આ વર્ષે લાગે છે કે ઓઇલ અને પ્રાકૃતિક ગેસ નિગમ (ONGC) તેને પાછળ છોડી દેશે. (ONGC) ના વાર્ષિક પરિણામ અત્યારે સામે આવવાના છે. કંપની પહેલાં નવ મહિનામાં 22,671 કરોડ રૂપિયાનો ફાયદો પ્રાપ્ત કરી ચૂકી છે. તેનાથી વિપરીત રિલાયન્સ ઇંડસ્ટ્રીઝનો શુદ્ધ લાભ 13 ટકા વધીને 39,588 કરોડ રૂપિયા થઇ ગયો જ્યારે 2017-18 માં તેને 34,988 કરોડ રૂપિયાનો ફાયદો પ્રાપ્ત કર્યો હતો. 

રાણી એલિઝાબેથના બકિંગહામ પેલેસમાં સોશિયલ મીડિયા મેનેજર તરીકે કરવી છે નોકરી?


ONGC ના 2017-18 માં 19,945.26 કરોડનો ફાયદો
સાર્વજનિક ક્ષેત્રની ONGC એ 2017-18 માં 19,945.26 કરોડ રૂપિયાનો ફાયદો કર્યો. ત્યારે આ IOC ની તુલનાએ પાછળ હતી. આ વર્ષે IOC એ 22,189.45 કરોડ રૂપિયાનો શુદ્ધ ફાયદો પ્રાપ્ત કર્યો હતો. આ મુજબ રિલાયન્સ ઇંડસ્ટ્રીઝે કુલ મળીને બિઝનેસ, ફાયદો અને બજાર પૂંજીકરણ ત્રણેય માપદંડોમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

48MP કેમેરાવાળો Redmi Note 7S થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


રિલાયન્સે 2018-19 માં 44 ટકા વૃદ્ધિ પ્રાપ્ત કરી
રિલાયન્સે મજબૂત રિફાઇનિંગ માર્જિન અને ઝડપથી વધી રહેલા છૂટક બિઝનેસના ચલતાં રિલાયન્સે 2018-19 માં 44 ટકાની વૃદ્ધિ પ્રાપ્ત કરી. કંપનીએ નાણાકીય વર્ષ 2010થી લઇને 2019ની અવધિમાં વર્ષે ને વર્ષે 14 ટકાનો વૃદ્ધિ દર રહ્યો. તેના મુકાબલે ગત નાણાકીય વર્ષમાં બિઝનેસ વૃદ્ધિ 20 ટકા અને 2010 થી 2019 ની સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 6.3 ટકા રહી.