48MP કેમેરાવાળો Redmi Note 7S થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમી (Xiaomi) એ ભારતીય બજારમાં Redmi Note 7S લોન્ચ કર્યો. આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેની શરૂઆતી કિંમત 10,999 રૂપિયા છે. 23 મેથી આ સ્માર્ટફોન ઓનલાઇન ઉપલબ્ધ હશે. તેના બે મોડલ લોન્ચ કર્યા છે. 3GB+32GB વેરિએન્ટની કિંમત 10999 રૂપિયા અને 4GB+32GB વેરિએન્ટની કિંમત 12999 રૂપિયા છે. આ ફોન સફાઇર બ્લૂ, રૂબી રેડ, ઓનિક્સ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.
48MP કેમેરાવાળો Redmi Note 7S થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમી (Xiaomi) એ ભારતીય બજારમાં Redmi Note 7S લોન્ચ કર્યો. આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેની શરૂઆતી કિંમત 10,999 રૂપિયા છે. 23 મેથી આ સ્માર્ટફોન ઓનલાઇન ઉપલબ્ધ હશે. તેના બે મોડલ લોન્ચ કર્યા છે. 3GB+32GB વેરિએન્ટની કિંમત 10999 રૂપિયા અને 4GB+32GB વેરિએન્ટની કિંમત 12999 રૂપિયા છે. આ ફોન સફાઇર બ્લૂ, રૂબી રેડ, ઓનિક્સ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.

Redmi Note 7S સ્પેસિફિકેશન્સ
તેની 6.3 ઇંચની ફૂલ એચડી સ્ક્રીન છે તેનું રિઝોલ્યૂશન 2340×1080 પિક્સલ છે. તેમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 660 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ડુઅલ રિયર કેમેરા સેટ અપ આપવામાં આવ્યો છે. પ્રાઇમરી સેંસર 48 મેગાપિક્સલ અને સેંકેંડ્રી સેંસર 5 મેગાપિક્સલ છે. સેલ્ફી કેમેરા 13 મેગાપિક્સલ છે. સેલ્ફી કેમેરામાં AI પોર્ટેટ મોડ અને નાઇટ ફોટોગ્રાફી જેવા સ્પેશિયલ ફીચર આપવામાં આવ્યા છે. તેની બેટરી 400mAh ની છે.

— Redmi India (@RedmiIndia) 20. мај 2019.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news