મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી વિશે આ વાતો તમે જાણો છો?
ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અંગે પબ્લિક પ્લેટફોર્મ પર ઘણી જાણકારીઓ ઉપલબ્ધ છે. પરંતુ એક સમયે 175 કિગ્રા વજન ધરાવતા અનંત અંગે આજે તમને એવી અનેક વાતો જણાવીએ છીએ કે જે સામાન્ય લોકો જાણતા નથી.
નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અંગે પબ્લિક પ્લેટફોર્મ પર ઘણી જાણકારીઓ ઉપલબ્ધ છે. પરંતુ એક સમયે 175 કિગ્રા વજન ધરાવતા અનંત અંગે આજે તમને એવી અનેક વાતો જણાવીએ છીએ કે જે સામાન્ય લોકો જાણતા નથી. અથવા તો બહુ ઓછા લોકોને તે અંગે ખબર છે.
રાશનકાર્ડ છે તમારી પાસે? તો મળશે 2500 રૂપિયા કેશ....આ રાજ્યની સરકારે કરી મોટી જાહેરાત
અનંત અંબાણી બાળપણમાં અસ્થમાથી પીડિત હતા. ત્યારે તેમણે સ્ટેરોઈડ લેવા પડતા હતા. આ દવાને ભૂખ વધારવામાં કારગાર માનવામાં આવે છે. અને દુર્ભાગ્યથી આ કારણે તેમનું વજન ખુબ વધી ગયું હતું. જો કે તેઓ પોતાના વધતા વજનના કારણે સતત ચિંતિત પણ રહ્યા છે. વજન ઓછું કરવા માટે તેઓ રોજ 20 કિમીથી વધુ પગપાળા ચાલતા કે યોગ કરતા હતા. તેમણે પોતાનું વજન 18 મહિનામાં 175 કિગ્રાથી 108 કિગ્રા કર્યું હતું. આ માટે તેમણે પોતાના ડેઈલી ડાયેટ પર ધ્યાન આપ્યું હતું.
એનિમલ લવર છે અનંત
અનંત અંબાણી એનિમલ લવર છે અને વન્યજીવોની ખુબ દેખભાળ કરે છે. તેઓ સંકટગ્રસ્ત અને ઘાયલ જાનવરો માટે એક આશ્રય પણ ચલાવે છે. અનંત પાસે એવા અનેક વિદેશી પાલતુ જાનવર છે. આ જાનવરોને તેમના નવી મુંબઈ સ્થિત નિવાસ સ્થાને રાખવામાં આવ્યા છે. અનંત પાસે ડોગી પણ છે જેમાં અલાસ્કન મલામુટ પણ સામેલ છે.
Corona Update: કોરોનાના નવા કેસની સામે સાજા થનારા લોકોની સંખ્યા વધુ, જાણો લેટેસ્ટ અપડેટ
અમેરિકામાં અભ્યાસ
અનંત અંબાણીએ પોતાનું સ્કુલિંગ મુંબઈ સ્થિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે. આ શાળાનું નામ તેમના દાદાના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમણે પોતાનો આગળનો અભ્યાસ અમેરિકા સ્થિત બ્રાઉન યુનિવર્સિટીમાંથી કર્યો. ખાસ વાત એ છે કે મોટા ભાઈ આકાશ અંબાણીએ પણ આ જ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી.
હિન્દુ ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા
અનંત અંબાણીને હિન્દુ ધર્મ પ્રત્યે ઊંડી શ્રદ્ધા છે. તેઓ ભગવાન બાલાજીના ભક્ત કહેવાય છે. તેઓ નિયમિતપણે તિરુમાલા સ્થિત વેન્કટેશ્વર મંદિર, બદ્રીનાથ અને કેદારનાથ ભગવાનના દર્શન કરતા રહે છે. હાલમાં જ તેમણે બાલાજી મંદિરમાં પવિત્ર સફેદ હાથી દાન કર્યો હતો. તેમને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના સભ્ય તરીકે પણ નિયુક્ત કરાયા છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube