Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
Multibagger Stock: શેર બજારમાં છેલ્લા કેટલાક સમયમાં સારી તેજી જોવા મળી રહી છે. બજારમાં તેજી વચ્ચે ઘણા શેરના ભાવમાં વધારો થયો છે. પરંતુ કેટલાક સ્ટોકે ખુબ ઓછા સમયમાં ઈન્વેસ્ટરોને સારૂ રિટર્ન આપ્યું છે.
નવી દિલ્હીઃ શેર બજારમાં જો સારા સ્ટોકમાં પૈસા લગાવવામાં આવે તો છપ્પરફાડ રિટર્ન મળે છે. એવા ઘણા શેર છે, જેણે ઈન્વેસ્ટરોને ખુબ ઓછા સમયમાં માલામાલ કરી દીધા છે. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ. આ શેરમાં રોકાણ કરનારની રકમ 2 વર્ષમાં સાત ગણી વધી ગઈ છે. કંપની જ્વેલરી વેચવાના કારોબારમાં છે. તેના શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. તેને ખરીદવા માટે ઈન્વેસ્ટરોની હોડ જામી છે. પરંતુ તમે જાણકારી વગર શેર બજારમાં રોકાણ ન કરો. બજારમાં કોઈ સ્ટોકમાં પૈસા લગાવતા પહેલા એકવાર તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂર લો. આમ ન કરવા પર તમારે આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે. આવો તમને જણાવીએ આ માલામાલ કરનાર સ્ટોક વિશે.
ઈન્વેસ્ટરોને કર્યાં માલામાલ
ઈન્વેસ્ટરોને બમ્પર રિટર્ન આપવાના મામલામાં ગોલ્ડ જ્વેલરી વેચનારી દિગ્ગજ કંપની કલ્યાણ જ્વેલર્સના શેર સામેલ છે. આ શેરમાં રોકાણ કરનારને બમ્પર નફો થયો છે. છેલ્લા બે વર્ષમાં તેમાં જોરદાર તેજી આવી છે. સોનાની કિંમતો જ્યાં આ સમયે આસમાન પર છે. તો કલ્યાણ જ્વેલર્સના શેર પણ ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો કલ્યાણ જ્વેલર્સના સ્ટોકે ઈન્વેસ્ટરોને 644 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે. કલ્યાણ જ્વેલર્સનો શેર આજે 438 રૂપિયા પર બંધ થયો છે.
આ પણ વાંચોઃ કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
આપ્યું બમ્પર રિટર્ન
કલ્યાણ જ્વેલર્સના શેર છેલ્લા એક મહિનામાં ઈન્વેસ્ટરોને 7 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. છેલ્લા છ મહિનાની વાત કરીએ તો શેર 28 ટકા ઉપર ગયો છે. તો છેલ્લા એક વર્ષમાં 237 ટકાની તેજી આવી છે. વર્તમાનમાં કલ્યાણ જ્વેલર્સના દેશભરમાં આશરે 217 સ્ટોર્સ છે. જો કોઈ ઈન્વેસ્ટરે આ શેરમાં બે વર્ષ પહેલા એક લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યૂ આશરે 7 લાખ રૂપિયા હોત. શેરમાં હજુ તેવી આવવાની ઈન્વેસ્ટરોને આશા છે.