કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ

Nephro Care IPO: શેર બજારમાં આઈપીઓમાં દાવ લગાવી કમાણી કરતા લોકો માટે સારા સમાચાર છે. 28 જૂને વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આ એસએમઈ આઈપીઓ છે. 

કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો  IPO, જાણો પ્રાઇઝ બેન્ડ

Nephro Care IPO: કિડની કેર સર્વિસ પ્રોવાઇડર નેફ્રો કેર ઈન્ડિયા લિમિટેડ (Nephro Care India)ની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)દ્વારા 41 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના છે. કંપની અનુસાર આઈપીઓ 28 જૂને ઓપન થશે અને 2 જુલાઈએ બંધ થશે. તે માટે પ્રાઇઝ બેન્ડ 58-90 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

એન્કર ઈન્વેસ્ટરો 27 જૂનથી બોલી લગાવી શકશે. આઈપીઓમાં 41.26 કરોડ રૂપિયાની કિંમતના 45.84 લાખ શેર જારી કરવામાં આવશે. ત્યારબાદ કંપનીના શેર એનએસઈ ઇમર્જ (NSE Emerge) પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે.

IPO થી ભેગી કરેલી રકમનો ઉપયોગ
કંપની આઈપીઓથી પ્રાપ્ત 26.17 કરોડ રૂપિયાનો ઉપયોગ પશ્ચિમ બંગાળના કોલકત્તાના મધ્યમગ્રામમાં વિવાસિટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના કરવા ઈચ્છે છે. બાકી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે કરવામાં આવશે.

Nephro Care IPO: લોટ સાઇઝ
આઈપીઓની લોટ સાઇઝ 1600 શેરની છે. એક લોટ માટે 1,44,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેની ફેસ વેલ્યૂ 10 રૂપિયા પ્રતિ શેર છે. રિટેલ ઈન્વેસ્ટરો માટે 35% ભાગ રિઝર્વ છે. આશરે 6.19 લાખ શેર HNI ને અલોટ કરવામાં આવશે, જ્યારે 8.25 લાખ શેર QIBs અને 14.45 લાખ રિટેલ ઈન્વેસ્ટરોને એલોટ થશે. તો 2.25 લાખ શેર કર્મચારી અને 2.23 લાખ શેર માર્કેટ મેકર માટે રિઝર્વ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news