Raj Reyon Multibagger Return: શેર બજાર  (Stock Market) માં લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને સારું ગણવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા એવા શેર છે, જે શોર્ટ ટર્મમાં પોતાના રોકાણકારોને માલામાલ બનાવનાર સાબિત થયા છે. એવો જ એક સ્ટોક છે રાજ રેયોન ઇંડસ્ટ્રીઝ લિમિટેડનો શેર (Raj Rayon Industries Share) જે ફક્ત પાંચ વર્ષમાં જ પૈસા લગાવનારાઓ માટે મલ્ટીબેગર સ્ટોક  (Multibagger Stock) સાબિત થયો છે અને જેણે 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારાઓની રકમ 2 કરોડ રૂપિયાથી વધુ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેર નહી આ છે નોટ છાપવાનું મશીન, 12 મહિનામાં 1 લાખના બનાવી દીધા 20 લાખ
458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટ


5 વર્ષ અને 22850 ટકાનું રિટર્ન
Raj Rayon Industries ના શેર તે શેરોમાં સામેલ છે, જે પોતાના રોકાણકારોને કરોડપતિ સ્ટોક બનીને સામે આવ્યો છે. આ શેરે પોતાના રોકાણકારોને ગત 5 વર્ષમાં 22,850 ટકાનું તાબડતોડ રિટર્ન આપ્યું છે. આ મુજબ જોઇએ તો આ સમયગાળા દરમિયાન જો કોઈ રોકાણકારે કંપનીના શેરમાં માત્ર રૂ. 1 લાખનું જ રોકાણ કર્યું હોય અને અત્યાર સુધી તેને પકડી રાખ્યું હોત, તો તે રોકાણ અત્યાર સુધીમાં વધીને રૂ. 2 કરોડથી વધુ થઈ ગયું હોત. ગયા શુક્રવારે આ મલ્ટીબેગર શેરની કિંમત 23 રૂપિયાની નજીક પહોંચી ગઈ હતી.


Ferrato Disrupter: 129KM રેંજ...25 પૈસા રનિંગ કોસ્ટ, લોન્ચ થઇ ધાંસૂ ઇલેક્ટ્રિક બાઇક
ભારતની સૌથી મોંઘી કેરી જે મુઘલ રાણીના નામથી છે મશહૂર, દેશમાં ફક્ત 3 જ આંબા


10 પૈસાથી 23 રૂપિયા સુધીની પાર પાડી સફર
5 વર્ષ પહેલાં એટલે કે 3 મે 2019 ના રોજ Raj Rayon Industries Share ની કિંમત ફક્ત 10 પૈસા હતી અને વર્ષ 2022 સુધી તેણે ખૂબ ધેમી ગતિથી બિઝનેસ કર્યો. પરંતુ ત્યારબાદ આ કંપનીના શેરોમાં તેજીનો દૌર શરૂ થયો, તે અત્યાર સુધી ચાલુ છે અને રોકાણકારોને Multibagger Return રિટર્ન મળ્યું. પાંચ વર્ષમાં તેની કિંમત 22.85 રૂપિયા વધી છે. 3 મે 2019ના રોજ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કરનારાઓની રકમ હવે વધીને રૂ. 22,950,000 થઈ ગઈ હશે.


સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારી
New Rules: વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ, પોલિસીનું પ્રીમિયમ 10 થી 15% વધશે! 


પાંચ વર્ષમાં આવી રહી શેરની ચાલ
જેમ કે જણાવ્યું કે પાંચ વર્ષ પહેલાં આ સ્ટોકની કિંમત 10 પૈસા હતા, તો તેના એક વર્ષ બાદ 7 મે 2021 ના રોજ આ શેરની કિંમત મામૂલી ઉછળી 25 પૈસા થઇ ગઇ હતી. પરંતુ 2022 થી તેમાં તેજી જોવા મળી અને 6 મે 2022 ના આ શેર 4.85 રૂપિયા થઇ ગયો છે. ત્યારબાદ 1280 કરોડ રૂપિયાની માર્કેટવાળી આ કંપનીનો શેર તોફાની તેજી સાથે વધ્યો અને માર્ચ 2023 ને આ 80 રૂપિયાને પાર નિકળી ગયો. 


મધરાતે ચાદર લપેટી હોટલમાંથી બહાર નીકળી ઇન્ટરનેશનલ પોપ સેન્સેશન, ઓશિકાથી છાતી ઢાંકી
Maruti Suzuki ની CNG કાર ખરીદવી છે? આ મોડલ્સની છે સૌથી વધુ ડિમાન્ડ


જોકે પછી તેની કિંમતમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો અને 5 મે 2023 ને તેની કિંમત 47.40 રૂપિયા પર આવી ગઇ. ત્યારબાદ આ શેરની કિંમતમાં ઘટાડો જરૂર આવ્યો, પરંતુ રોકાણકારોને મળનાર રિટર્ને તેમના રોકાણની રકમને અનેક ગણી વધારતાં તેમને કરોડપતિ (Crorepati) બનાવવાનું કામ કર્યું. 


(અહીં આપવામાં આવેલી જાણકારી શેરના પ્રદર્શનના આધારે છે. જોકે સ્ટોક માર્કેટમાં રોકાણ બજાર જોખમને આધિન છે એટલા માટે રોકાણ કરતાં પહેલાં કોઇ સર્ટિફાઇટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પાસે સલાહ જરૂર લો. તમને થનાર કોઇપણ નુકસાન માટે ZEE 24 KALAKA જવાબદાર રહેશે નહી.)