Ferrato Disrupter: 129KM ની માઇલેજ...25 પૈસા રનિંગ કોસ્ટ, લોન્ચ થઇ ધાંસૂ ઇલેક્ટ્રિક બાઇક
Okaya Ferrato Disrupter Price: ઓકાયાએ આ નવી ઇ-બાઇકને લોન્ચ કરવાની સાથે બુકિંગ પણ શરૂ કરી દીધી છે. જોકે તેની ડિલીવરી 90 દિવસ બાદ શરૂ કરવામાં આવશે.
Trending Photos
Okaya Ferrato Disrupter features: ઇલેક્ટ્રિક વ્હીકલ બ્રાંડ ઓકાયા (Okaya) એ ભારતમાં પોતાની હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ બાઇક Ferrato Disruptor ને લોન્ચ કરી દીધી છે. કંપનીએ દિલ્હીમાં આ બાઇકની કિંમત 1.40 લાખ રૂપિયા રાખી છે. આ કિંમત ઇલેક્ટ્રિક વ્હીકલ સબસિડી મળ્યા બાદની છે.
458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટ
શેર નહી આ છે નોટ છાપવાનું મશીન, 12 મહિનામાં 1 લાખના બનાવી દીધા 20 લાખ
આ એક ફૂલ ફેરીંગ સાથે સ્પોર્ટ્સ બાઇક જેવું લાગે છે. તેને ફુલ ચાર્જ કરવા પર 129 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. કંપનીએ તેમાં 4 Kwh બેટરીનો ઉપયોગ કર્યો છે, જે સંપૂર્ણપણે ચાર્જ થવામાં ઘણો ઓછો સમય લે છે. આ ઈ-બાઈકની ટોપ સ્પીડ 95 કિલોમીટર પ્રતિ કલાક છે.
કેનેડામાં 3 ભારતીયોની ધરપકડ, ખાલિસ્તાની અલગાવાદી નિજ્જરની હત્યા સાથે કનેક્શન
ભારતની સૌથી મોંઘી કેરી જે મુઘલ રાણીના નામથી છે મશહૂર, દેશમાં ફક્ત 3 જ આંબા
બસ 25 પૈસામાં ચાલશે એક કિલોમીટર
Ferrato Disruptor ને ચલાવવાનો ખર્ચ ખૂબ ઓછો છે. આ બાઇકને એકવાર ચાર્જ કરવાનો ખર્ચ 32 રૂપિયા છે. એટલે કે 32 રૂપિયામાં તેને 129 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. આ મુજબ આ ઇ-બાઇક માત્ર 25 પૈસાના ખર્ચમાં એક કિલોમીટર સુધી દોડશે જોકે પેટ્રોલથી ચાલનાર કોઇપણ બાઇક અથવા સ્કૂટર કરતાં સસ્તી છે.
સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારી
New Rules: વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ, પોલિસીનું પ્રીમિયમ 10 થી 15% વધશે!
90 દિવસ પછી મળશે બાઇક
ઓકાયાએ આ અંવી ઇ-બાઇકને લોન્ચ કરવાની સાથે બુકિંગ પણ શરૂ કરી દીધી છે. જોકે તેની ડિલીવરી 90 દિવસ પછી શરૂ કરવામાં આવશે. આ ઇ-બાઇકને લોન્ચ કર્યા બાદ કંપની આગામી પ્રોડક્ટ ઉતારવાની તૈયારીમાં લાગી ગઇ છે.
મધરાતે ચાદર લપેટી હોટલમાંથી બહાર નીકળી ઇન્ટરનેશનલ પોપ સેન્સેશન, ઓશિકાથી છાતી ઢાંકી
Maruti Suzuki ની CNG કાર ખરીદવી છે? આ મોડલ્સની છે સૌથી વધુ ડિમાન્ડ
ફીચર્સ પણ શાનદાર
આ ઇ-બાઇકમાં ત્રણ રાઇડિંગ મોડ- ઇકો, સીટી અને સ્પોર્ટ્સ આપવામાં આવ્યા છે. આ બાઇકમાં લાગેલી બેટરી 270 ડિગ્રીના તાપમાન પર પણ કામ કરી શકે છે. આ બેટરી IP-67 રેટીંગ સાથે આવે છે જેના લીધે તેની ડ્યૂરેબિલિટી ખૂબ સારી છે અને લાંબા સમય સુધી ચાલી શકે છે. કંપની ઇ-બાઇક પર 3 વર્ષ/30,000 કિલોમીટરની વોરન્ટી આપી રહી છે.
શર્માજી કી લવસ્ટોરી: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન
કેટલાક બીજા ફીચર્સની વાત કરીએ તો તેમાં ફૂલ ડિજિટલ ઇંસ્ટ્રૂમેન્ટ કલસ્ટર, એલઇડી હેડલાઇટ, એલઇડી ટેલલાઇટ, એલોય વ્હીલ્સ અને ડુઅલ ડિસ્ક બ્રેક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બાઇકમાં બ્લ્યૂટૂથ અને સ્માર્ટફોન કનેક્ટિવિટી જેવા ફીચર્સ પણ છે. કંપની પહેલાં 1000 ગ્રાહકોને ફક્ત 500 રૂપિયામાં બાઇકની બુકિંગ કરવાની ઓફર કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે