Stock New Target Price: શેર બજાર (Stock Market) માં રોકાણ જોખમોથી ભરેલું કહેવામાં આવે છે, પરંતુ ઘણા એવા સ્ટોક્સ પણ છે, જે રોકાણકારો માટે મલ્ટીબેગર (Multibagger Stock) સાબિત થયા છે. તેમાં કેટલાકે લોન્ગ ટર્મએ, જ્યારે કેટલાક એકદમ ઓછા સમયમાં રોકાણકારોને માલામાલ કર્યા છે. એવો જ એક શેર છે એનર્જી સેક્ટરની કંપની સુઝલોન એનર્જી (Suzlon Energy) નો જેણે ફક્ત એક વર્ષમાં રોકાણકારો રૂપિયા ચાર ગણા કરી દીધા છે. તેમાં તેજીને જોતાં એક્સપર્ટ્સે તેનો ટાર્ગેટ પ્રાઇપ પણ વધાર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વર્ષમાં 336% નું તાબડતોડ રિટર્ન
એનર્જી કંપની સુઝલોન એનર્જી (Suzlon Energy) ના શેર ગત વર્ષમાં જ રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થઇ ચૂક્યા છે. સોમવારે આ શેર સામાન્ય ઘટાડા સાથે 454.15 રૂપિયા પર બંધ થયો. ગત એક વર્ષમાં આ શેરની કિંમતમાં 34.80 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આ મુજબ જોઇએ તો 1 વર્ષમાં રોકણાકારોને 336.23 ટકાનું રિટર્ન મળ્યું છે. એટલે કે જો રોકાણકારોને 29 મે 2023 ના કંપનીના શેરોમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે અન તેને અત્યાર સુધી હોલ્ડ રાખ્યો હોત તો તેની રકમ વધીને 4 લાખ રૂપિયા થઇ ગયા હોત. 


Stocks to BUY: મહા મહેનતે વિણેલા આ શેર પલટી દેશે કિસ્મત, જાણી લો BUY-SELL નો ટાર્ગેટ
Stocks to BUY: આજે જ ખરીદી લેજો આ 2 શેર, 1 મહિનામાં બની જશો ગાડી-બંગલાના માલિક


5 વર્ષમાં રોકાણકારો પર આ રીતે પૈસાનો વરસાદ 
સુઝલોન એનર્જી (Suzlon Energy) ના શેરે એક વર્ષમાં 336 ટકાનું મલ્ટિબેગર રિટર્ન (Multibagger Return) આપ્યું છે, ત્યારે આ શેરે છેલ્લા પાંચ વર્ષમાં તેના રોકાણકારો પર નાણાનો વરસાદ કર્યો છે. 31 મે 2019 ના રોજ આ સ્ટોકની કિંમત માત્ર 5 રૂપિયા હતી અને હવે તેની કિંમત 45.15 રૂપિયા પર પહોંચી ગઈ છે. જો આપણે તે મુજબ જોઈએ તો આ એનર્જી સ્ટોકે આ પાંચ વર્ષમાં રોકાણકારોને 803 ટકા વળતર આપ્યું છે. પાંચ વર્ષમાં 1 લાખ રૂપિયાના 9 લાખ રૂપિયા થઈ ગયા છે.


ચાંદી ફરી ₹90 હજારને પાર, સોનું પાર કરશે ₹85000 નો આંકડો, ભાવમાં ભડકો


54 રૂપિયા સુધી જશે શેરનો ભાવ
ઘણા બ્રોકરેજ ફર્મો આ શેર પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને માર્ચની ત્રિમાસિકમાં તેની Buy Rating ને યથાવત રાખી છે. એક્સપર્ટના અનુસાર અત્યારે આ શેરની કિંમતમાં ઉછાળો આવવાની આશા છે. બ્રોકરેજ આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ) (ICICI Securities) એ તેનો ટાર્ગેટ પ્રાઇઝ પહેલાંથી વધારીને 54 રૂપિયા કરી દીધો છે.  


તેની પાછળ એક મોટું કારણ છે કે આ વર્ષે કંપની સંપૂર્ણપણે દેવામાંથી મુક્ત થઇ ગઇ છે. નાણાકીય વર્ષ 2020 માં કંપની પર દેવું 12,000 કરોડ રૂપિયા હતું, પરંતુ કંપનીએ ગત ત્રણ વર્ષમાં શાનદાર રિકવરી કરી અને નાણાકીય વર્ષ 2024 માં પુરી રીતે દેવા મુક્ત થઇ ગઇ છે. 


STOCK To BUY: છપ્પરફાડ કમાણી કરાવશે આ 10 Stocks, બ્રોકરેજે આપી BUY કરવાની સલાહ
Stocks to Buy: સાતમા આસમાને પહોંચશે આ 5 શેરનો ભાવ, 1 વર્ષમાં મળી શકે છે અધધ રિટર્ન


(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)