Mutual Fund ની નવી સ્કીમથી બનશે વેલ્થ, ₹1000 થી શરૂ કરી શકો છો રોકાણ, જાણો SIP ડીટેલ
Mutual Fund NFO: આ ઇનોવેશન થીમમાં રોકાણ કરનારી એક ઓપન-ઈન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. આ ફંડનું લક્ષ્ય ઈન્વેસ્ટરોને ઝડપથી વધી રહેલી ઇનોવેટિવ કંપનીઓના ગ્રાથનો લાભ ઉઠાવવાની તક પ્રદાન કરવાનો છે.
Mutual Fund NFO: એસેટ મેનેજમેન્ટ કંપની બરોડા બીએનપી પારિબા મ્યૂચુઅલ ફંડ (Baroda BNP Paribas Mutual Fund)એ બરોડા બીએનપી પારિબા ઇનોવેશન ફંડ (Baroda BNP Paribas Innovation Fund) લોન્ચ કર્યું છે. આ ઇનોવેશન થીમમાં ઈન્વેસ્ટ કરનારી એક ઓપન-ઈન્ડેડ ઈક્વિટી સ્કીમ છે. આ ફંડનું લક્ષ્ય ઝડપથી વધી રહેલી ઇનોવેટિવ કંપનીઓના ગ્રોથનો લાભ ઉઠાવવાની તક આપવાનો છે.
NFO 14 ફેબ્રુઆરીથી ખુલી ગયો છે અને 28 ફેબ્રુઆરી 2024ના બંધ થશે.
બરોડા બીએનપી પારિબા એએમસીના સીઈઓ સુરેશ સોનીએ કહ્યું- બરોડા બીએનપી પારિબા ઇનોવેશન ફંડનો ઈરાદો આધુનિક ટેક્નોલોજીની સાથે પોતાના સેક્ટરમાં મોટી કંપનીઓને પસંદ કરશે જે ઈન્ડસ્ટ્રીઝને બદલવા અને બદલતા બજારોનો લાભ ઉઠાવવા માટે તૈયાર છે. લીગેસી કંપનીઓ, ડિજિટલ અપનાવતી કંપનીઓ અને ટ્રાન્સફોર્મર્સના ડાઇવર્સ મિક્સનું સમર્થન કરી, આ ફંડ સ્ટ્રેટેજિક રૂપથી તે બિઝનેસમાં રોકાણ કરશે જે અલગ-અલગ સેક્ટર અને અલગ-અલગ માર્કેટ કેપ કેટેગરીમાં ઇનોવેશન પર આગળ વધી રહ્યું છે.
એસેટ મેનેજમેન્ટ કંપની પ્રમાણે આ સ્કીમમાં મિનિમમ 1000 રૂપિયા અને ત્યારબાદ 1 રૂપિયાના મલ્ટીપલમાં રોકાણ કરી શકાય છે. તેનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ NIFTY 500 TRI છે. તેમાં ડેલી, વીકલી અને મંથલી SIP મિનિમમ 500 રૂપિયા છે. તેમાં રોકાણની કોઈ મર્યાદા નથી. તેના ફંડ મેનેજર પ્રતીશ કૃષ્ણન છે. તેમને 23 વર્ષનો અનુભવ છે.
આ પણ વાંચોઃ 16 ફેબ્રુઆરીએ ખુલી રહ્યો છે વધુ એક IPO, પ્રાઇઝ બેન્ડ 84 રૂપિયા, ગ્રે માર્કેટમાં ધૂમ
એએમસી પ્રમાણે આ ફંડે ઈનોવેટિવ કંપનીઓની ત્રણ કેટેગરીની ઓળખ કરી છે. પ્રથમ ડિજિટલ અપનાવનાર કંપનીઓ ઝડપથી ગ્રોથ કરી રહી છે અને ઈનોવેશનમાં આગળ છે. બીજુ ટ્રાન્સફોર્મર એવી કંપનીઓ છે જે ઈનોવેટિવ કંપનીઓને ઉપકરણ, ટેક્નોલોજી અને જાણકારી સપ્લાય કરે છે. ત્રીજી લીગેસી કંપનીઓની પાસે મોટો બિઝનેસ છે જે ટેક્નોલોજીને શરૂઆતી તબક્કામાં અપનાવે છે અને બદલાતા બજારના માહોલ પ્રત્યે પ્રતિક્રિયા કરતા ઈનોવેશન તરફ વધે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં NFO ની માહિતી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. મ્યૂચુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમો અધીન છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)