નવી દિલ્હીઃ  National Pension Scheme: જો તમે વૃદ્ધિવસ્થાને લઈને ચિંતિત છો તો આ સમાચાર તમારા માટે છે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે નિવૃત્તિ માટે રોકાણ કરવા ઈચ્છો છો તો નેશનલ પેન્શન સ્કીમ તમારા માટે એક સારો વિકલ્પ છે. નોકરી શરૂ કરતા જ પેન્શન સ્કીમમાં રોકાણ કરવાનું શરૂ કરી દેશો તો નિવૃત્તિ સમયે તમારી પાસે 34 લાખ રૂપિયા સુધીનું ફંડ ભેગું થઈ જશે. તે માટે તમારે વધારે રોકાણ કરવાની જરૂર નથી, બસ દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરવાનું છે. આવો આ સ્કીમ વિશે વિસ્તારથી જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરવાથી મળશે 34 લાખ રૂપિયા
1. રોકાણ શરૂ કરવાની ઉંમર- 25 વર્ષ
2.  NPS માં મહિને રોકાણ- 1500 રૂપિયા
3. રોકાણનો સમય- 35 વર્ષ
4. 35 વર્ષમાં થયેલું રોકાણ- 6.30 લાખ
5. રોકાણ રકમ પર મળનાર વ્યાજ- 27.9 લાખ
6. પેન્શનના સમયે કુલ જમા રકમ- 34.19 લાખ
7. તે હેઠળ કુલ ટેક્સ સેવિંગ- 1.89 લાખ


આ પણ વાંચોઃ Budget My Picks: બજેટ પહેલાં આ ત્રણ શેરમાં કરો રોકાણ, થઈ શકે છે મોટો ફાયદો


નિવૃત્તિ સમયે કેટલી રકમ મળશે?
આ યોજનામાં રોકાણ કર્યા બાદ જ્યારે તમે નિવૃત્તિની ઉંમરમાં આવશો તો 60 ટકાનો ઉપાડ કરી શકો છો. એટલે કે તમે નિવૃત્તિ સમયે 20.51 લાખ રૂપિયાનો ઉપાડ કરી શકો છો. આ રીતે યોજના તમને સારૂ રિટર્ન આપે છે. 


કેટલું વ્યાજ મળશે?
ત્યારબાદ બાકીની રકમને એન્યુટી સ્કીમ હેઠળ દર મહિને એક નક્કી પેન્શન માટે લગાવી શકાય છે. જો સરકાર તરફથી 8 ટકા વ્યાજ0 આપવામાં આવે તો તમે મહિને 9 હજારનું પેન્શન મેળવી શકો છો. આ સ્કીમમાં તમે માત્ર 60 ટકા રકમ ઉપાડી શકો છો અને બાકી 40 ટકા રકમને તમે કોઈ એન્યુટી સ્કીમમાં રોકાણ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube