Budget My Picks: બજેટ પહેલાં આ ત્રણ શેરમાં કરો રોકાણ, થઈ શકે છે મોટો ફાયદો

Budget My Picks: 3 માર્કેટ એક્સપર્ટે સેર બજારમાં ખરીદી માટે 3 દમદારહ શેરને પસંદ કર્યા છે અને એક વર્ષ માટે પૈસા લગાવવાની સલાહ આપી છે. 
 

Budget My Picks: બજેટ પહેલાં આ ત્રણ શેરમાં કરો રોકાણ, થઈ શકે છે મોટો ફાયદો

નવી દિલ્હીઃ Budget My Picks: બજેટ પહેલાં દમદાર કમાણી કરવા માટે જો તમારા પોર્ટફોલિયોમાં સારા શેરને સામેલ કરવા ઈચ્છો છો તો નિષ્ણાંતોના મત પર ખરીદી કરી શકો છો. 3 માર્કેટ નિષ્ણાંતે શેર બજારમાં ખરીદી માટે 3 દમદાર શેરોને પસંદ કર્યા છે અને એક વર્ષ સુધી પૈસા લગાવવાની સલાહ આપી છે. જો તમે પણ શેર બજારમાં મોટા પૈસા કમાવાની ઈચ્છા રાખો છો તો નિષ્ણાંતોના મત પર દાંવ લગાવી શકો છો. અહીં નિષ્ણાંતોએ અલગ-અલગ સેક્ટર્સના અલગ-અલગ શેરની પસંદગી કરી છે. અહીં 1 વર્ષ કરતા વધુ સમય માટે પૈસા લગાવી શકાય છે. 

Zen Technologies માં ખરીદી
સેઠી ફિનમાર્ટના વિકાસ સેઠીએ પોતાની બજેટ પિક  (Budget My Pick) માં સામેલ કર્યો છે. માર્કેટ એક્સપર્ટ વિકાસ સેઠીએ ઝેન ટેક્નોલોજીના શેરમાં ખરીદીની સલાહ આપી છે. શેર પર આગામી એક વર્ષ માટે 325 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. કંપનીની ઓર્ડર બુક પણ આશરે 425 કરોડની થઈ ગઈ છે. તેથી કંપની માટે આવનારા સમયમાં સારી તક જોવામાં આવી રહી છે. 

Sharda Cropchem માં ખરીદી
માર્કેટ નિષ્ણાંત સિદ્ધાર્થ સેડાનીએ કહ્યુ કે, તેની વેલ્યુએશન સસ્તી છે અને આ બજેટ માટે સારો શેર છે. તેમણે શેરમાં આગામી એક વર્ષ માટે 480 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. કંપનીની પ્રોડક્ટ લાઇન-અપ ખુબ મજબૂત છે. આ સાથે કંપનીનું ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક પણ મજબૂત છે. 

Apollo Hospitals માં ખરીદી
માર્કેટ એક્સપર્ટ સિદ્ધાર્થ ખેમકા (Siddhartha Khemka)એ પોતાની બજેટ પિકમાં (Budget My Pick) એપોલો હોસ્પિટલને સામેલ કરી છે. માર્કેટ એક્સપર્ટ ખેમલાનું કહેવું છે કે આવનારા બજેટમાં સરકારનું ફોકસ હેલ્થકેર સેક્ટર પર રહેશે. આ બજેટ માટે શાનદાર શેર છે. તેમણે શેર પર આગામી એક વર્ષ માટે 5900 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news