સરકારી નોકરીની તૈયારી કરનારાઓ માટે મોટી જાહેરાત, હવે આપવી પડશે એક જ પરીક્ષા
મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો સાથે સંકળાયેલી મોટી જાહેરાત કરી. નાણામંત્રીએ જણાવ્યું કે દેશમાં હવે તમામ નોન ગેજેટેડ પદો માટે એક નેશનલ રિક્રૂમેન્ટ ઇંસ્ટિટ્યૂટ એજન્સીની રચના કરવામાં આવશે, આ કોમ્યુટર બેસ્ડ ઓનલાઇન પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવશે.
નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો સાથે સંકળાયેલી મોટી જાહેરાત કરી. નાણામંત્રીએ જણાવ્યું કે દેશમાં હવે તમામ નોન ગેજેટેડ પદો માટે એક નેશનલ રિક્રૂમેન્ટ ઇંસ્ટિટ્યૂટ એજન્સીની રચના કરવામાં આવશે, આ કોમ્યુટર બેસ્ડ ઓનલાઇન પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવશે. દરેક જિલ્લામાં એક સેન્ટર બનાવવામાં આવશે.
BUDGET 2020: નવો ટેક્સ સ્લેબ પસંદ કરશો કે જૂનો? જાણો શું છે શરતો
આ ઉપરાંત બજેટ (Budget 2020)માં ભારતનેટ માટે 6,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ભારતનેટથી 1 લાખ કરોડ પંચાયતોને જોડવામાં આવશે. સીતારમણે કહ્યું કે 'પ્રાઇવેટ સેક્ટરમાં ડેટા સેક્ટર માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સરકારે શિક્ષણ અને કૃષિ સહિત દરેક સેક્ટરમાં ટેક્નિકલ અને ડિજિલાઇજેશનની વધતી જતી માંગને સમજાવી અને કહ્યું કે સરકાર ટેક્નોલોજી દ્વારા વિકાસ કરીને પ્રતિબદ્ધ છે.
Budget 2020: બજેટમાં શું થયું સસ્તું, શું થયું મોંઘું, જુઓ યાદી
શિક્ષણ ક્ષેત્રે સરકારે આ વખતે 99300 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે 'શિક્ષણ ક્ષેત્રમાં એફડીઆઇ લાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય યૂનિવર્સિટી અને રાષ્ટ્રીય ફોરેન્સિક યૂનિવર્સિટીનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.
નાણામંત્રીએ કહ્યું કે '3 હજાર સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર બનાવવામાં આવશે અને 99300 કરોડ રૂપિયા શિક્ષણ પર ખર્ચ કરશે. તેમણે કહ્યું 'સ્ટડી ઇન ઇન્ડીયા પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવશે અને ડિપ્લોમા માટે માર્ચ 2021 સુધી 150 નવી ઇંસ્ટીટ્યૂટ બનાવવામાં આવશે.'
બજેટ 2020: મોદી સરકારની મોટી જાહેરાત, IPO લઇને LIC પોતાની ભાગીદારી વેચશે સરકાર
સીતારમણે કહ્યું કે 'જિલ્લા હોસ્પિટલોમાં મેડિકલ કોલેજ ખોલવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ભારતના યુવાઓમાં દુનિયામાં સૌથી વધુ કૌશલ છે. ભારતના યુવા નોકરીની તક ઉભી કરવા ઇચ્છે છે. નેશનલ મોબાઇલ મેન્યૂફેક્ચરિંગ સ્કીમની પણ યોજના છે. સીતારમણે કહ્યું કે નેશનલ ટેક્સટાઇલ મિશનને મંજૂરી આપવામાં આવી છે.'