BUDGET 2020: નવો ટેક્સ સ્લેબ પસંદ કરશો કે જૂનો? જાણો શું છે શરતો

આર્થિક સુસ્તી અને હાલના નાણાકીય વર્ષમાં 5% ટકા વિકાસ દરની સંભાવના વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બીજું બજેટ (Budget 2020) સંસદમાં રજૂ કરવામાં આવશે. સરકારે બજેટમાં સામાન્ય વ્યક્તિને મોટી રાહત આપતાં પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર સંપૂર્ણપણે છૂટ આપી દીધી છે. એટલે કે પાંચ લાખ સુધીની આવકવાળાઓને કોઇ ટેક્સ આપવો નહી પડે.
BUDGET 2020:  નવો ટેક્સ સ્લેબ પસંદ કરશો કે જૂનો? જાણો શું છે શરતો

નવી દિલ્હી: આર્થિક સુસ્તી અને હાલના નાણાકીય વર્ષમાં 5% ટકા વિકાસ દરની સંભાવના વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બીજું બજેટ (Budget 2020) સંસદમાં રજૂ કરવામાં આવશે. સરકારે બજેટમાં સામાન્ય વ્યક્તિને મોટી રાહત આપતાં પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર સંપૂર્ણપણે છૂટ આપી દીધી છે. એટલે કે પાંચ લાખ સુધીની આવકવાળાઓને કોઇ ટેક્સ આપવો નહી પડે.

આ પ્રકારે 5-75 લાખ રૂપિયાની કમાણી પર અત્યાર સુધી 20% ટેક્સ આપવો પડતો હતો. તેને સરકારે ઘટાડીને 10 ટકા કરી દીધી છે. 7.5 લાખ થી 10 લાખની ઇનકમ ટેક્સ સ્લેબ 20%થી ઘટાડીને 15% કરવામાં આવી. આ પ્રકારે 10 થી 12.50 લાખવાળા ઇનકમ ટેક્સ સ્લેબ 30%થી ઘટાડીને 20% કરી દેવામાં આવ્યો છે. 15 લાખથી ઉપરની ઇનકમ પર ઇનકમ પર કોઇ છૂટના 30% ટેક્સ આપવો પડશે. 

જોકે ઇનકમ ટેક્સનો નવો સ્લેબ વૈકલ્પિક થશે. નવા ટેક્સનો લાભ લેવા માટે જૂના ટેક્સમાં છૂટને છોડવી પડશે. એટલે કે તેનો ફાયદો ત્યારે મળશે જ્યારે તમે તમને મળનારી છૂટને છોડશો. નાણામંત્રીએ કહ્યું કે 15 લાખ સુધી કમાનારને અત્યારે છૂટનો લાભ નહી મળે, તેને હવે વાર્ષિક 78 હજારની બચત થશે. 

તેમણે કહ્યું કે બજેટ દેશની આશાઓને પુરૂ કરનાર છે. ભારતની અર્થવ્યવસ્થાનો પાયો એકદમ મજબૂત છે. જનતાને મોદી સરકારની આર્થિક નીતિઓ પર પુરો વિશ્વાસ છે. જીએસટી દ્વારા ટેક્સની જાળ ખતમ થઇ. જીએસટી દેશનો સૌથી ક્રાંતિકારી સુધારો છે. જીએસટીના લીધે લોકોને દર મહિને ચાર ટકાની બચત થાય છે. 

1 એપ્રિલથી જીએસટીનું નવું ફોર્મ ઉપલબ્ધ થશે. અરૂણ જેટલીને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું જેમણે જીએસટી બનાવ્યો. જીએસટી લાગૂ કરવો ઐતિહાસિક પગલું હતું. સરકાર મોંઘાવારીને કાબૂમાં કરવામાં સફળ રહી. જીએસટીથી ટ્રકોની અવરજવર 20 ટકા ઘટી. અમારી સરકારીનો ટાર્ગેટ ખેડૂતોની આવક બમણી કરવાનો છે. પીએમ કિસાન યોજનાનો ખેડૂતોને ફાયદો થયો. ખેડૂતોની ભલાઇ માટે સરકાર 16 સૂત્રી યોજના પરા કામ કરી રહી છે. 

તેમણે કાશ્મીરી ભાષામાં એક કવિતા પણ વાંચી. આ કવિતાને સાહિત્ય એકાદમીથી પુરસ્કૃત લેખક પંડિત દીનાથ કૌલે લખી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news