નવી દિલ્હી : પ્રવાસીઓની સુવિધા પર સતત ધ્યાન આપી રહેલ ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે એક નવો નિયમ બનાવ્યો છે. રેલવે મિનિસ્ટ્રી તરફથી બનાવવામાં આવેલા આ નવા નિયમથી ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા લાખો મુસાફરોને સીધો ફાયદો થશે. ભારતીય રેલવેએ 'નો બિલ, ફ્રી ફુડ પોલિસી' લોન્ચ કરી છે. આ પોલિસી અંતર્ગત જો પ્રવાસીને ભોજનનું બિલ ન મળે તો તે પૈસા આપવાની ના પાડી શકે છે. રેલવે પ્રવાસીઓની ફરિયાદ હતી કે તેમની પાસેથી ભોજનના વધારે પૈસા વસુલ કરવામાં આવે છે અને બિલ પણ નથી આપવામાં આવતું. આ ફરિયાદનો ઉકેલ લાવવા માટે નવો નિયમ બનાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio લાવ્યું છે તમારા માટે કમાણી કરવાની તક, મહિને કમાઇ શકો છો 25થી30 હજાર!


રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રવાસીઓ ભોજન પછી બિલ ચોક્કસ માંગે અને જો વેન્ડર બિલ આપવાની ના પાડે તો ભોજનના પૈસા આપવાની ના પાડી દે. આ યોજના બરાબર કામ કરે છે કે એ તપાસવાની જવાબદારી રેલવે ઇન્સ્પેક્ટરની હશે. રેલવે ઇન્સ્પેક્ટર ધ્યાન રાખશે કે પ્રવાસીઓને ભોજનની સાથેસાથે બિલ પણ આપવામાં આવે. 


ફેસબુક એકાઉન્ટ ડેટા લીક મામલે માર્ક ઝુકરબર્ગે સ્વીકારી ભૂલ, હવે શું થશે? વાંચો


2017માં એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે રેલવેને ભોજનની વધારે કિંમત વસુલ કરવામાં આવતી હોવાની 7,000થી પણ વધારે ફરિયાદ મળી હતી જેના લીધે આ નિયમ બનાવવામાં આ્વ્યો છે. રેલવેમંત્રી પિયુષ ગોયલે રેલવેમાં આવી રીતે ભ્રષ્ટાચાર કરનાર વેન્ડર્સ સામે કડક પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો હતો. રેલવેમંત્રીએ આદેશ આપ્યો છે કે જો કોઈ વેન્ડર ભોજનના બોક્સ પર કિંમત નથી લખતો તો એનું લાઇસન્સ રદ કરી દેવામાં આવશે.