નવી દિલ્હી: પીએનબી બેંક કૌભાંડમાં ફરાર આરોપી નીરવ મોદીને લંડનમાં ધરપકડ કરી લીધી છે. આ પહેલાં ગત સોમવારે જ લંડનની કોર્ટે બે અરબ ડોલરના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. મની લોન્ડરિંગના એક કેસમાં નીરવ મોદીને લાવવા માટે ઇડીના અનુરોધના જવાબમાં તેના વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીરવ મોદીને ટૂંક સમયમાં સ્થાનિક પોલીસ (લંડન મેટ્રોપોલિટન પોલીસ) દ્વારા ધરપકડ કરવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે વોરન્ટ થોડા દિવસો પહેલાં ઇશ્યૂ કરવામાં આવી અને પછી ઇડીને માહિતગાર કરવામાં આવ્યા હતા. 
નીરવ મોદી જામીન માટે કોર્ટના સમક્ષ લાવવામાં આવશે અને તેના પ્રત્યર્પણ માટે કાનૂની કાર્યવાહી ત્યારબાદ શરૂ થશે. મંગળવારે જ સીબીઆઇ સૂત્રોએ કહ્યું હતું કે પીએનબી બેંક કૌભાંડમાં ફરાર આરોપી નીરવ મોદીને બ્રિટનથી પ્રત્યર્પિત કરવા ભારત લાવવા માટે બધા જરૂરી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સૂત્રોએ કહ્યું હતું કે વિદેશ મંત્રાલય દ્વારા બ્રિટનથી પ્રત્યર્પણ આગ્રહ કરવામાં આવ્યો છે.


નીરવ મોદીની લંડનમાં ધરપકડ થતાં ભારત દ્વારા યૂકે સરકાર પાસે નીરવ મોદીની માંગ કરવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર તપાસ અધિકારીઓની એક ટીમ ત્યાં જવા માટે પણ રવાના થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. નીરવ મોદીને પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત લાવવામાં આવશે.