નવી દિલ્હીઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના પ્રી-વેડિંગ કાર્યક્રમને કારણે એકવાર ફરી અંબાણી પરિવારની પર્સનલ લાઇફની ખુબ ચર્ચા થઈ રહી છે. મુકેસ અંબાણીની પત્ની નીતા અંબાણીએ પોતાના કરિયરની શરૂઆત એક પ્રોફેશનલ ટીચર તરીકે શરૂ કર્યું હતું. લગ્ન બાદ પણ તેમણે આ કામ કરવાનું યથાવત રાખ્યું હતું. સિમી ગ્રેવાલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે સનફ્લાવર નર્સરીમાં તેમણે શિક્ષક તરીકે કામ કર્યું હતું. નોંધનીય છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન 1985માં થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન બાદ નીતા અંબાણીને કેટલો પગાર મળતો હતો?
સિમી ગ્રેવાલ સાથે વાતચીત દરમિયાન નીતા અંબાણીએ કહ્યું કે તેમને ભણાવવા માટે 800 રૂપિયા મળતા હતા. તેણે ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે લોકો તેમની મજાક ઉડાવતા હતા. પરંતુ તેમને નોકરીથી સંતોષ હતો. નીતા અંબાણી જણાવે છે કે, તે સમયે લોકો મારા ઉપર હસતા હતા. પરંતુ તે કામ મને સંતોષ આપતું હતું. 


આ પણ વાંચોઃ ₹48 ના શેરનું ચોંકાવનારૂ રિટર્ન, એક લાખના બનાવી દીધા 1 કરો, ઈન્વેસ્ટરો માલામાલ


આ વાતચીત દરમિયાન નીતા અંબાણીએ કહ્યું કે આ નોકરીમાં ભોજન પણ મળતું હતું અને તે પૈસા મારા હતા. આ વીડિયો ખુબ જૂનો છે. પરંતુ લોકો તેને પસંદ કરી રહ્યાં છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને કરોડો લોકો જોઈ ચૂક્યા છે. 


તાજેતરમાં અંબાણી પરિવારે નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચંટની પ્રી-વેડિંગ ઈવેન્ટનું આયજન કર્યું હતું. આ કાર્યક્રમ માટે દુનિયાભરમાંથી દિગ્ગજ હસ્તિઓ આવી હતી. કાર્યક્રમમાં બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, રિહાના, ઈવાન્કા ટ્રંપે પણ હાજરી આપી હતી.