₹48 ના શેરનું ચોંકાવનારૂ રિટર્ન, એક લાખના બનાવી દીધા 1 કરો, ઈન્વેસ્ટરો માલામાલ

એક્સપ્રો ઈન્ડિયા એક એવો સ્ટોક છે જેણે પોતાના ઈન્વેસ્ટરોને બમ્પર રિટર્ન આપ્યું છે. આ કંપનીના શેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં જોરદાર તેજી આવી છે. 

₹48 ના શેરનું ચોંકાવનારૂ રિટર્ન, એક લાખના બનાવી દીધા 1 કરો, ઈન્વેસ્ટરો માલામાલ

નવી દિલ્હીઃ Multibagger Stock:  એક્સપ્રો ઈન્ડિયા (Xpro India) એક એવો સ્ટોક છે જે પોતાના ઈન્વેસ્ટરોને શાનદાર રિટર્ન આપી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીના શેરમાં જોરદાર તેજી આવી છે. આ દરમિયાન કંપનીનો શેર 48.70 રૂપિયાથી વધી 1077 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે આ દરમિયાન 2111% નું રિટર્ન આપ્યું છે. તેનાથી પણ ચોંકાવનારી વાત છે કે છેલ્લા ચાર વર્ષમાં સ્ટોકમાં 10000% નો મોટો વધારો થયો છે. ચાર વર્ષ પહેલા આ શેરની કિંમત 10.5 હતી.

1 લાખના બનાવ્યા 1 કરોડ રૂપિયા
એટલે કે જો કોઈ ઈન્વેસ્ટરે ચાર વર્ષ પહેલા એક્સપ્રો ઈન્ડિયાના સ્ટોકમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તેની સંપત્તિ 1.02 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. 27 ફેબ્રુઆરીએ આ શેર 1297 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો. કંપની સ્પેશિયલ રૂપથી ભારતમાં પોલિમર પ્રોસેસિંગ ઉદ્યોગમાં કામ કરે છે. તે ત્રણ ડિવીઝનોમાં કામ કરે છે- BiaX, Coex અને Thermoset.

આશીષ કચોલિયા પાસે પણ હતા શેર
ટ્રેડલાઈનના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતીય શેર બજારના બિગ વ્હેલ આશીષ કચોલિયાની પાસે ફેબ્રુઆરી 2024 સુધી કંપનીમાં 3.67 ટકાની ભાગીદારી હતી. ડિસેમ્બર 2023માં સમાપ્ત ક્વાર્ટર દરમિયાન કંપનીએ પોતાના પ્રદર્શનમાં સારો સુધાર દેખાડ્યો છે. ઓપરેટિંગથી રેવેન્યૂમાં વર્ષ દર વર્ષ 3.22 ટકાની વૃદ્ધિ થઈ, જે નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં 93.1 કરોડની તુલનામાં 96.1 કરોડ સુધી પહોંચી ગઈ. તેનો શુદ્ધ લાભ 6.5 કરોડની તુલનામાં ત્રીજા ક્વાર્ટરમાં વધીને 10.07 કરોડ થઈ ગયો, જે 55 ટકાનો વધારો દર્શાવે છે. 

ડિસ્ક્લેમરઃ આ રોકાણની સલાહ નથી. અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. શેર બજારમાં રોકાણ કરતા પહેલા રિસર્ચ કરો અથવા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news