ઝી મીડિયા/બ્યૂરો :દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના સંક્રમણને જોતા રસ્તા પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે જણાવ્યું કે, આપાત સેવાઓમાં કામમાં લાગેલા લોકોનું કામ સરળ કરવા માટે દેશમાં અસ્થાયી રીતે નેશનલ હાઈવે પર ટોલ વસૂલવામાં નહિ આવે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોવિડ-19ને જોતો આદેશ આપવામાં આવ્યો છે કે, દેશના તમામ ટોલ પ્લાઝા પર ટોલ લેવાનું કામ બંધ કરવામાં આવે. તેમણે કહ્યું કે, આપાત સેવાઓમાં જોડાયેલા લોકોનો જરૂરી સમય બચાવવામાં મદદ મળશે.


નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજાએ રસ્તા પર નીકળીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રીએ જણાવ્યું કે, રસ્તા પર મેનેજમેન્ટ અને ટોલ પ્લાઝા પર આપાત સંશાધનોની હાજરી પહેલેની જેમ જ ટોલ પ્લાઝા પર રહેશે. આ પહેલા કેન્દ્રીય મંત્રીએ ભારતીય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને સલાહ આપી હતી કે, તેઓ દેશવ્યાપી બંધના સંબંધમાં ગૃહ મંત્રાલયના આદેશનું પાલન કરે. તેમણે કહ્યું કે, હાલની સ્થિતિને અપ્રત્યાશિત ઘટનના રૂપમાં જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસના સંક્રમણથી 600થી વધુ કેસની પુષ્ટિ થઈ ચૂકી છે. જેમાં 11 લોકોના મોત નિપજ્યાં છે. 


કોરોના સામે લડવા ગુજરાતના શિક્ષકો આપશે એક દિવસનો પગાર 


covid19.india.org પર ઉપલબ્ધ તમમ માહિતી અનુસાર, દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી 600થી વધુ કેસની પુષ્ટિ થઈ છે. જેમાંથી 550 કેસ સક્રિય છે, જ્યારે કે તેમાંથી 40 ટકા પીડિત દર્દીઓ સાજા થઈ ચૂક્ય છે. 11 લોકોને આ જીવલેણ વાયરસ મારી ચૂક્યો છે. દેશમાં સૌથી વધુ 116 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. જેમાંથી બેના મોત થયા છે. તેન બાદ કેરળન કોરોના વાયરસના 109 કેસ છે. જેમાંથી ચાર દર્દી સાજા થઈ ચૂક્યા છે. કર્ણાટકમાં પણ 41 કેસ સામે આવ્યા છે. જેમાંથી ત્રણ લોકો સારા થયા છે. જ્યારે કે એકનું મોત નિપજ્યું છે. દિલ્હીમં ગત 24 કલકમાં 6 કેસની પુષ્ટિ થઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર