નવી દિલ્હી : નોટબંધીના અંદાજે દોઢ વર્ષ બાદ એક સાથે ઘણા રાજ્યોમાં ખાલી પડેલા એટીએમ ફરી એકવાર નોટબંધીની યાદ અપાવી રહ્યા છે. ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાક, બિહાર અને મધ્યપ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં બેંકો અને એટીએમ કેશલેસ બનતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જોકે સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હરકતમાં આવ્યું છે અને આ દિશામાં યોગ્ય પગલાં ભરવાનું શરૂ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેશની અછત માટે છે આ આઠ કારણો, જાણો


અસરગ્રસ્ત વિસ્તારના લોકો કેશ ક્રંચથી પરેશાન છે અને સરકારનું કહેવું છે કે ચલણી નાણાની માંગમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. જોકે સરકાર તરફથી આ પાછળનું ચોક્કસ કોઇ કારણ સામે આવ્યું નથી. જોકે કેટલાક બેંક અધિકારીઓનું માનવું છે કે, 2000 રૂપિયાની નોટ બેંકમાં પરત આવી નથી રહી. એક એ પણ અફવા છે કે કર્ણાટક ચૂંટણીને પગલે આ કેશ ક્રંચનું સંકટ ઉભુ થયું છે. 


નો કેશ મામલે RBIએ શું કરી સ્પષ્ટતા? જાણો


કર્ણાટક ચૂંટણી માટે ગઇ નોટ??
એક થિયરી એવી પણ ચાલી રહી છે કે કર્ણાટકની ચૂંટણીને પગલે આ નાણાકીય સંકટ ઉભું થયું છે. કર્ણાટકની ચૂંટણી માટે રોકડ જમા થઇ રહી હોવાની વાતો પણ સામે આવી રહી છે. જેને લઇને રોકડની અછત જેવી સ્થિતિ સર્જાઇ છે. 


એકાએક કેમ થઇ અછત?
દેશમાં રોકડનું સંકટ પેદા થયું છે. એકાએક સર્જાયેલી આ સ્થિતિ અંગે બેંકિંગ એક્સપર્ટોનું માનવું છે કે, નોટની છપાઇ અને સપ્લાયને લઇને તકલીફ છે પરંતુ એટલી બધી પણ ખરાબ નથી કે જે રીતે હાલમાં દેખાઇ રહી છે. કયા કારણોસર આ સ્થિતિ સર્જાઇ છે એ કહેવું પણ મૂંઝવણ જેવું છે. જોકે બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કર્ણાટક સહિત પાંચ રાજ્યોની ચૂંટણીને પગલે રોકડ જમા થઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.