શું બંધ થઇ ગયું હતું 2000ની નોટોનું છાપકામ, સરકારે સંસદમાં આપ્યો જવાબ
નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં જણાવ્યું કે નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21માં 2000 રૂપિયાની નોટોના છાપકામ માટે કોઇ માંગ પત્ર મોકલવામાં આવ્યો નથી.
નવી દિલ્હી: શું 2000 રૂપિયાની નોટોનું છાપકામ સરકારે બંધ કરી દીધું છે. આ પ્રશ્નનો જવાબ સરકારે સંસદમાં આપ્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે 'કોઇ ખાસ મૂલ્યવર્ગની નોટોની પ્રિટિંગનો નિર્ણય સરકાર ભારતીય રિઝર્વ બેંકની સલાહ બાદ લે છે. તેમણે જણાવ્યું કે 2000 રૂપિયાની નોટોનું છાપકામ બંધ કરવાને લઇને અત્યાર સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
2000ની નોટોના છાપકામ પર સરકારે આપ્યો જવાબ
નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં જણાવ્યું કે નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21માં 2000 રૂપિયાની નોટોના છાપકામ માટે કોઇ માંગ પત્ર મોકલવામાં આવ્યો નથી. જોકે સરકારે આ નોટોના છાપકામને બંધ કરવાને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. અનુરાગ ઠાકુરે સદનને જણાવ્યું કે 31 માર્ચ 2020 સુધી 2000 રૂપિયાની 27,398 નોટ સર્કુલેશનમાં હતી. જ્યારે માર્ચ સુધી 32,910 નોટ સર્કુલેશનમાં હતી.
લોકડાઉન દરમિયાન બંધ થયું હતું છાપકામ
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કોરોનાના લીધે જ્યારે આખા દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું તે દરમિયાન જ નોટોનું છાપકામ બંધ હતું. જોકે પછી અલગ-અલગ તબક્કામાં પ્રિટિંગને શરૂ કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ (BRBNMPL)માં 23 માર્ચ 2020ને નોટોનું છાપકામ બંધ કર્યું હતું, જે 4 મે 2020થી ફરીથી શરૂ કરવામાં આવ્યું. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે પ્રિંટિગ એન્ડ મિટિંગ કોર્પોરેશન (SPMCIL) માં પણ લોકડાઉનના લીધે 23 માર્ચથી નોટોનું પ્રિંટિંગ બંધ હતી. લોકડાઉન દરમિયાન પ્રિંટિંગ પ્રેસના સ્ટોક પરથી આરબીઆઇના કાર્યાલયો અને કરન્સી ચેસ્ટને નોટોની આપૂર્તિ કરવામાં આવી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube