નવી દિલ્હી: નાણામંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારે લોકસભામાં રજૂ કરેલા મોદી સરકારના અંતિમ પૂર્ણ બજેટમાં આશાને અનુરૂપ સામાજિક યોજનાઓ અને સુરક્ષા પર ભાર મુક્યો, પરંતુ ટેક્સમાં રાહતની આશા રાખીને બેઠેલા મધ્યમવર્ગને કોઇ ખાસ ફાયદો થયો નથી. નાણામંત્રીએ ઇન્કમ ટેક્સના હાલના માળખામાં કોઇ ફેરફાર કર્યો નથી. સ્ટાર્ડડ ડિડક્શનના રૂપમાં ટ્રાંસપોર્ટ અને હેલ્થ એલાઉન્સને ઉમેરી સામાન્ય રાહત આપી છે.  પહેલા તમને ટ્રાંસપોર્ટ એલાઉન્સના રૂપમાં વાર્ષિક 19,200 રૂપિયા અને હેલ્થ એલાઉન્સના રૂપમાં 15 હજાર રૂપિયા ખરીને ટેક્સ રાહત મળે છે, જેને આ બજેટમાં એડ કરીને 40 હજાર રૂપિયા કરી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટે તોડી નાખ્યું નોકરિયાતોનું દિલ, સરકારે ઇન્કમ ટેક્સ સ્લેબમાં ન કર્યો કોઈ ફેરફાર


અમે તમને ચાર્ટર્ડ એકાઉન્ટ મનીષ ગુપ્તાના કેલ્કુલેશન સાથે કરાર છે કે કેવી રીતે તમે આ ફેરફારથી થોડા પૈસા બચાવી શકો છો.... 


આવક 3 લાખ રૂપિયા હોય તો... 
જો તમારી વાર્ષિક આવક 3 લાખ રૂપિયા હોય અને તમે કોઇ રાહત ક્લેમ કરતા નથી તો તમારે 50 હજાર રૂપિયા ટેક્સના સ્લેબમાં આવે છે. તેમાંથી તમે 40 હજાર રૂપિયા સ્ટાર્ડડ ડિડક્શનનો દાવો કરી શકો છો. એટલે કે તમારી સ્ટેક્સ યુક્ત આવક રૂપિયા થશે, જેના પર 05 ટકા મુજબ 500 રૂપિયા ટેક્સ થશે. આ પ્રકારે આ ફેરફારથી તમે 2000 રૂપિયા સુધીની બચત થશે.


એક પાનામાં સમેટાઈ ગયુ રેલવે બજેટ, જાણો શું થઈ જાહેરાતો?


ઇનકમ 6 લાખ રૂપિયા હોય તો... 
 જો તમારી વાર્ષિક આવક 6 લાખ રૂપિયા છે અને તમે રાહત માટે દાવો કરતા નથી તો તમારી ટેક્સ પાત્ર આવક 3.5 લાખ રૂપિયા થાય છે. તેમાંથી તમે 40 હજાર રૂપિયાનું સ્ટાર્ડડ ડિડક્શનનો દાવો કરી શકો છો. એટલે કે તમારી ટેક્સ પાત્ર આવક 3.10 લાખ રૂપિયા થશે, જેના પર પહેલા તમારે 32,500 રૂપિયા ટેક્સ આપવો પડતો હતો. આ ફેરફાર બાદ તમારે 24500 રૂપિયા ટેક્સ ભરવો પડશે. આ પ્રકારે તમે 8000 રૂપિયા સુધીની બચત કરી શકશો.


બજેટ 2018 : સ્વાસ્થ્ય વીમા યોજના દ્વારા 50 કરોડ લોકોને 5 લાખનો વિમો મળશે


આવક 11 લાખ રૂપિયા હોય તો...
જો તમારી વાર્ષિક આવક 11 લાખ રૂપિયા છે અને તમે રાહત માટે કોઇ દાવો કરતા નથી તો ટેક્સ પાત્ર આવક 8.5 લાખ રૂપિયા થાય છે. તેમાંથી તમે 40 હજાર રૂપિયાનું સ્ટાર્ડડ ડિડક્શનનો દાવો કરી શકો છો. એટલે કે ટેક્સ પાત્ર આવક 8.10 લાખ રૂપિયા થશે, જેના પર પહેલા તમારે 1,42,500 રૂપિયા ટેક્સ આપવો પડે છે. આ ફેરફાર બાદ તમારે 1,30,500 રૂપિયા ટેક્સ ભરવો પડશે. આ પ્રકારે તમે 12,000 રૂપિયાની બચત કરી શકો છો.