નવી દિલ્હી: હવે તમે રસોડામાં ઉપયોગ થનાર LPG ગેસ સિલિન્ડર 694ના બદલે માત્ર 194 રૂપિયામાં બુક કરાવી શકો છો. ઓનલાઇના પેમેન્ટ કંપની Paytm ગ્રાહકો માટે એક શાનદાર ઓફર લઇને આવી છે. કંપની તમને ગેસ સિલિન્ડર બુક કરાવવા પર 500 રૂપિયાનું કેશબેક આપી રહી છે. આવો જણાવીએ તેનો ફાયદો ઉઠાવવાની રીત... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Paytm આપી રહ્યું છે કેશબેકની તક
પ્રાપ્ત માહિતી અનુસાર Paytm દ્વારા એલપીજી બુક કરાવવા પર તમને 500 રૂપિયાનું કેશબેક મળી શકે છે. તેના માટે તમારે Paytm એપ ડાઉન કરવી પડશે. 

Income tax-પર્સનલ લોન પર પણ મળે છે ટેક્સ છૂટનો ફાયદો, આ તમે જાણો છો આ રીત?


આ રીતે ઉઠાવો ફાયદો
કેશબેકનો ફાયદો ઉઠાવવા માટે સૌથી પહેલાં Recharge & Pay Bills ના ઓપ્શન પર જાવ. અહીં Book a cylinder પર ટેપ કરો. અહીં તમારે તમારા ગેસ સિલિન્ડરનું વિવરણ આપવું પડશે. 


પહેલીવાર ગેસ બુક કરાવવા પર મળશે ફાયદો
તમને જણાવી દઇએ કે Paytm દ્વારા પહેલીવાર ગેસ સિલિન્ડર બુક કરાવવા પર જ 500 રૂપિયાના કેશબેકનો ફાયદો મળી શકે છે. તમારે ગેસ બુકિંગ માટે 694 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. 500 રૂપિયાનું કેશબેક તમારા પેટીએમ ખાતામાં પરત આવશે. 


એલપીજી ડિલિવરી માટે પેટીએમએ ભારત પેટ્રોલિયમ, ઇન્ડીયન ઓઇલ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ સાથે કરાર કર્યો છે. લોકો વચ્ચે પેમેન્ટ પ્રમોશન માટે જ કંપની નવી કેશબેક ઓફર લઇને આવી છે.  


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube