• ગજરાતમાં અત્યાર સુધી 15000 બેંક કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તો બીજી તરફ આ લહેર દરમિયાન એક મહિનામાં 30 જેટલા બેંક કર્મચારીઓનો જીવ ગયો છે


ગૌરવ પટેલ/અમદાવાદ :મહાગુજરાત બેંક એમ્પ્લોઈ એસોસિએશનની માંગ ગુજરાત સરકારે સ્વીકારી છે. જેથી હવે આજથી ગુજરાતભરની બેંકોનું કામકાજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. તેમજ બેંકમાં રૂપિયા જમા કરવા, રૂપિયા ઉપાડવા અને રૂપિયા ટ્રાન્સફર કરવા જેવી સુવિધાઓજ ચાલુ રહેશે. ગ્રાહકોમાં સિનિયર સિટીઝનને પ્રાધાન્ય આપવામાં આવશે. 50 ટકા સ્ટાફથી જ બેંકની કામગીરી કરાશે. વધારાના સ્ટાફને વર્ક ફ્રોમ હોમ કામ કરાવનુ રહેશે. તેમજ બેંકોએ એટીએમમાં પુરતા પ્રમાણમાં કેશ જમા કરાવાની રહેશે, જેથી લોકો ડિજીટલ બેંન્કીગનો ઉપયોગ કરી શકે. 21 એપ્રિલથી ૩૦ એપ્રીલ સુધી બેંક આ પ્રમાણે કાર્ય કરશે. 


ગુજરાતમાં ફરીથી નીકળી સરકારી નોકરીમાં ભરતી, ગઈકાલથી શરૂ થઈ એપ્લિકેશન પ્રોસેસ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્મચારી યુનિયને દાવો કર્યો છે કે, ગજરાતમાં અત્યાર સુધી 15000 બેંક કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તો બીજી તરફ આ લહેર દરમિયાન એક મહિનામાં 30 જેટલા બેંક કર્મચારીઓનો જીવ ગયો છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાગુજરાત બેંક કર્મચારી એસોસિયેશને સરકાર પાસેથી કેટલીક માંગ કરી હતી. જેમાં કામના કલાકોમાં ઘટાડો, વધારાની રજાઓ આપવી વગેરેની માંગ કરી હતી. 


વખાણ કરો એટલા ઓછા છે આ કચ્છી મહિલાના, સ્મશાનમાં જઈને મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા 


ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિયેશના ગુજરાતના યુનિયને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી રાજ્ય સ્તરીય બેન્કિંગ સમિતિના ચેરમેન પણ છે. એમજીબીઈએ કહ્યું કે, ગુજરાતાં અંદાજે 9900 બેંક શાખાઓમાં 50000 બેંક કર્મચારી કાર્યરત છે. પત્રમાં લખાયું કે, કોવિડ 19 હવાથી ફેલાય છે. બેંક કર્મચારીઓને શાખા કેમ્પસમાં આવવા તથા ગ્રાહકો સાથે વાતચીત કરવામાં પણ ડર લાગે છે. 



યુનિયને કહ્યું કે, ગત એક મહિના દરમિયાન 30 બેંક કર્મચારીઓના સંક્રમણથી જીવ ગયા છે. અનેક બેંકોના તમામ કર્મચારીઓ સંક્રમિત થયા છે. યુનિયને વિજય રૂપાણીને કોવિડની બીજી લહેરને ધ્યાનાં રાખીને કર્મચારીઓની માંગ સ્વીકારવા અરજી કરી હતી.