નવી દિલ્હી: સરહદે સતત તણાવને પગલે મોદી સરકારે ચીનને ઘરેલુ બજારમાં પણ મોટો ફટકો મારવા માટે પગલું ભર્યું છે. સરકારે ચીન સહિત એ દેશોથી સાર્વજનિક ખરીદી પર નિયંત્રણ મૂક્યું છે જેમની સરહદો ભારત સાથે જોડાયેલી છે. આ દેશોની અનેક ફર્મ સુરક્ષા મંજૂરી (Security Clearance) અને એક વિશેષ સમિતિ પાસે રજિસ્ટ્રેશન બાદ જ ટેન્ડર ભરી શકશે. અત્રે જણાવવાનું કે ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે આ પગલું ભરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલના નિયમોમાં કરાયો ફેરફાર
ગુરુવારે એક અધિકૃત નિવેદનમાં કહેવાયું કે ભારત સરકારે General Financial Rules 2017 માં સંશોધન કર્યું છે. જેથી કરીને એ દેશોના બોલીદાતાઓ પર નિયંત્રણ લગાવવામાં આવે જેમની સરહદો ભારત સાથે જોડાયેલી છે. દેશની રક્ષા અને સુરક્ષા સંબંધિત મામલાઓને ધ્યાનમાં રાખીને આ પગલું ભરાયું છે. department of Expenditureએ દેશની રક્ષા અને સુરક્ષા (National Securtiy) ને સુદ્રઢ બનાવવાના હેતુસર નિયમ હેઠળ સાર્વજનિક ખરીદી પર વિસ્તૃત આદેશ બહાર પાડ્યો. 


આદેશ મુજબ ભારતની સરહદ સાથે જોડાયેલા દેશોના કોઈ પણ આપૂર્તિકર્તા ભારતમાં સાર્વજનિક પ્રોજેક્ટ્સ માટે વસ્તુઓ, સેવાઓની આપૂર્તિના કરાર કે પ્રોજેક્ટ કાર્યો (ટર્ન-ની પરિયોજના સહિત) માટે ત્યારે જ બોલી લગાવી શકશે જ્યારે તેઓ યોગ્ય ઓથોરિટી પાસે રજિસ્ટર્ડ હશે. 


તેમાં કહેવાયું છે કે રજિસ્ટ્રેશન માટે યોગ્ય ઓથોરિટી Department for Promotion of Industry and Internal Trade (DPIIT)દ્વારા રચાયેલી રજિસ્ટ્રેશન સમિતિ હશે. આ માટે વિદેશ અને ગૃહ મંત્રાલય પાસેથી રાજનીતિક અને સુરક્ષા સંબંધી મંજૂરી લેવી જરૂરી રહેશે. 


આદેશના દાયરામાં સાર્વજનિક ક્ષેત્રની બેન્કો અને નાણાકીય સંસ્થાઓ, સ્વાયત્ત એકમો, કેન્દ્રીય લોક ઉપક્રમો, સાર્વજનિક-ખાનગી ભાગીદારીવાળા પ્રોજેક્ટ્સ પણ સમાવવવામાં આવ્યાં છે જે સરકાર કે તેમના હેઠળ આવનારા એકમો પાસેથી નાણાકીય સમર્થન લે છે. 


તેમાં કહેવાયું છે કે દેશની રક્ષા અને સુરક્ષામાં રાજ્ય સરાકારોની ભૂમિકા મહત્વની છે. તેને જોતા ભારત સરકારે રાજ્ય સરકારો અને રાજ્ય ઉપક્રમો વગેરે દ્વારા ખરીદી મામલાઓમાં આ આદેશના અમલીકરણને લઈને બંધારણની કલમ 257(1)નો ઉપયોગ કરતા રાજ્ય સરકારોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. 


રાજ્ય સરકારોની ખરીદ મામલે ઉચિત ઓથોરિટીની રચના રાજ્ય કરશે પરંતુ રાજનીતિક અને સુરક્ષા મંજૂરી જરૂરી રહેશે. કેટલાક મામલાઓમાં છૂટ અપાઈ છે જેમાં કોવિડ-19 વૈશ્વિક મહામારીને રોકવા માટે 31 ડિસેમ્બર સુધી ચિકિત્સા સામાનોની આપૂર્તિ માટેની ખરીદી સામેલ છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube