નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railway) પોતાને આધુનિક બનાવવાની તૈયારીઓમાં વ્યસ્ત છે. જેમાં અનેક ફેરફાર તમને જોવા મળશે. આવામાં જો ટ્રેનની અંદર TTની જગ્યાએ કોઈ રેલવે પોલીસનો જવાન તમારી ટિકિટ ચેક કરે તો ચોંકવાની જરૂર નથી. બહુ જલદી ભારતીય રેલવે આવા અનેક ફેરફાર કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે પ્લાનિંગ
આ અંગે એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે રેલવે પોતાના કર્મચારીઓને મલ્ટી ટાસ્કિંગ બનાવવાની યોજના ઘડે છે. અનેક સૂચનો આવ્યાં છે. જેમાં કહેવાયું છે કે ટ્રેનની અંદર રેલવે સુરક્ષા દળ (RPF) કર્મી કે ટ્રેનના ટેક્નિશિયન ટિકિટ ચેક કરવાનું પણ કામ કરી શકે છે. આ પ્રકારે વિભિન્ન ઝોનમાંથી સૂચનો મળ્યાં છે કે સ્ટેશન માસ્ટર પોતાના હાલના કામ ઉપરાંત સિગ્નલ મેન્ટેઈનરનું કામ પણ સંભાળી લે. 


રિઝર્વેશન ટિકિટ પણ હવે મોબાઈલ પર
ગત વર્ષે કેન્દ્રીય કેબિનેટમાથી પુર્નગઠનની મંજૂરી મળ્યા બાદ રેલવે પહેલા જ પોતાની આઠ સેવાઓને એક કેન્દ્રીય સેવા 'ભારતીય રેલવે પ્રબંધન સેવા'માં એકિકૃત કરવાના પદ્ધતિઓ પર કામ કરે છે. એક પ્રસ્તાવ એ પણ છે કે રેલવેમાં પણ એરપોર્ટ જેવી સિસ્ટમ લાગુ કરવામાં આવે. જે મુજબ રેલવે રિઝર્વેશનને પેપરલેસ કરવાનો પ્રસ્તાવ છે. મુસાફરોને ટિકિટ મોબાઈલ કે ઈમેઈલ પર મોકલવામાં આવે. મુસાફરો પોતાની ટિકિટને પોતાના ઘરેથી પણ પ્રિન્ટ કરાવી શકે. એટલે કે રેલવે કાગળની રિઝર્વેશન ટિકિટ આપશે નહીં. પ્રસ્તાવોમાં એકાઉન્ટ્સ, કોમર્શિયલ, ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, એન્જિનિયરિંગ, મેડિકલ, પર્સનલ, ઓપરેટિંગ, સ્ટોર, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગોનો પ્રમુખ પદો અને અન્ય પદોના વિલય પણ સામેલ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube