મુંબઈ: શું તમને ખબર છે કે માત્ર એક રૂપિયામાં સોનું ખરીદી શકાય છે? હાલમાં સોનાની ખરીદી ઑનલાઈન થઈ ચુકી છે અને કોઈ પણ ગ્રાહક માત્ર એક રૂપિયામાં સોનું ખરીદવાની શરૂઆત કરી શકે છે. ભારતના પ્રમુખ ડિજિટલ પેમેન્ટ પ્લેટફૉર્મ- ફોનપેએ સોમવારે કહ્યું કે 35 ટકા માર્કેટ શેર સાથે જ સોનું ખરીદવા માટે તે ભારતનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ બનીને સામે આવ્યું છે. કંપનીએ કહ્યું કે, આ વર્ષે તહેવારોની મોસમ(દશેરાથી લઈને દિવાળી સુધીના 21 દિવસ) દરમિયાન સોનાના વેચાણમાં છ ગણો વધારો જોવા મળ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોનપેએ ડિસેમ્બર 2014માં સોનાની શ્રેણી શરૂ કરી, છેલ્લા 3 વર્ષમાં તેણે સેફગોલ્ડ અને એમએમટીસી-પીએએમપી સાથે ભાગીદારી કરી છે જેથી દેશભરના યૂઝર્સને ઑનલાઈન સોનું ખરીદવાનો મોકો મળી શકે. ફોનપે પર ખરીદવામાં આવેલું સોનું 24 કેરેટનું અસલી સોનું હોય છે. જેને ગ્રાહક બજેટ અનુસાર ક્યારેય પણ ખરીદી શકે છે જેની કિંમત 1 રૂપિયાથી શરૂ થાય છે.


શું આપણે બેન્ક ખાતામાં 5 લાખ રૂપિયાથી વધુ રકમ ન રાખવી જોઈએ? ખાસ વાંચો અહેવાલ


લક્ષ્મી વિલાસ બાદ વધુ એક બેન્ક પર લાગ્યા પ્રતિબંધો, તમારું ખાતું તો નથી ને આ Bank માં?


ફોનપે મ્યુચ્યુલ ફંડ્સ એન્ડ ગોલ્ડના પ્રમુખ ટેરેન્સ લુસિએને કહ્યું કે, 'ફોનપેએ તહેવારોના મોસમમાં દશેરાથી દિવાળી સુધી માં આ મહિને સોનાનું રેકોર્ડ બ્રેક વેચાણ જોયું. અમારા જેવા પેમેન્ટ પ્લેટફોર્મ પર વધતા વિશ્વાસ, પહોંચ, સામર્થ્ય અને સુરક્ષામાં સરળતાના કારણે ગ્રાહકો સરળતાથી ડિજિટલ ખરીદી તરફ આગળ વધી રહ્યા છે.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube