લક્ષ્મી વિલાસ બાદ વધુ એક બેન્ક પર લાગ્યા પ્રતિબંધો, તમારું ખાતું તો નથી ને આ Bank માં?

રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેન્ક બાદ વધુ એક બેન્ક પર પ્રતિબંધ લગાવ્યા છે. રિઝર્વ બેન્કે મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં  Mantha Urban Cooperative Bank પર પ્રતિબંધો લાદ્યા છે. રિઝર્વ બેન્કના જણાવ્યા મુજબ આ બેન્કને કેટલાક નિર્દેશ અપાયા છે. જે 17 નવેમ્બર 2020ના બેન્ક બંધ થયા બાદ આગામી 6 મહિના સુધી લાગુ રહેશે. 
લક્ષ્મી વિલાસ બાદ વધુ એક બેન્ક પર લાગ્યા પ્રતિબંધો, તમારું ખાતું તો નથી ને આ Bank માં?

નવી દિલ્હી: રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેન્ક બાદ વધુ એક બેન્ક પર પ્રતિબંધ લગાવ્યા છે. રિઝર્વ બેન્કે મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં  Mantha Urban Cooperative Bank પર પ્રતિબંધો લાદ્યા છે. રિઝર્વ બેન્કના જણાવ્યા મુજબ આ બેન્કને કેટલાક નિર્દેશ અપાયા છે. જે 17 નવેમ્બર 2020ના બેન્ક બંધ થયા બાદ આગામી 6 મહિના સુધી લાગુ રહેશે. 

 Mantha Urban Cooperative Bank  પર પ્રતિબંધો
RBI દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો મુજબ  Mantha Urban Cooperative Bank રિઝર્વ બેન્કની મંજૂરી વગર કોઈને લોન આપી શકશે નહીં, કોઈ જૂની લોનને રીન્યૂ કરી શકશે નહીં. બેન્ક રિઝર્વ બેન્કને પૂછ્યા વગર ક્યાંય પણ રોકાણ કરી શકશે નહીં. બેન્ક પર નવી જમા રકમ સ્વીકારવા ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે. બેન્ક ન તો કોઈ ચૂકવણી કરી શકશે કે ન તો ચૂકવણી સંબંધિત કોઈ સમાધાન કરી શકશે. જો કે રિઝર્વે બેન્કે આ પ્રતિબંધો કેમ લગાવ્યા છે તે હજુ પણ ખુલાસો કરવામાં આવ્યો નથી. 

બેન્કનું કામકાજ ચાલુ રહેશે
રિઝર્વ બેન્કે 13 નવેમ્બર 2020ના રોજ બેન્કમાં નોટિસની કોપી લગાવી હતી. રિઝર્વ બેન્કના આ પ્રતિબંધોને બેન્કના લાઈસન્સ કેન્સલેશનની જેમ ન જોવું જોઈએ. જ્યાં સુધી તેની આર્થિક સ્થિતિ ઠીક ન થાય ત્યાં સુધી બેન્ક આ પ્રતિબંધો સાથે કામકાજ કરતી રહેશે. સમયાંતરે રિઝર્વ  બેન્ક આ પ્રતિબંધોમાં ફેરફાર કરશે. 

લક્ષ્મી વિલાસ ઉપર પણ પ્રતિબંધ
આ અગાઉ નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહેલી ખાનગી ક્ષેત્રની લક્ષ્મી વિલાસ બેન્ક પર એક મહિના સુધી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ પ્રતિબંધોના કારણે ખાતાધારકો 25,000 રૂપિયાથી વધુ રકમ કાઢી શકશે નહીં. રિઝર્વ બેન્કે એક નિવેદનમાં કહ્યું કે બેન્ક તરફથી રિવાઈવલ પ્લાન રજુ કરાયો નથી. આથી ખાતાધારકોના હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. 

કોઈ વિકલ્પ બચ્યો નહતો- RBI
રિઝર્વ બેન્કે કહ્યું કે આ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહતો. આથી બેંકિંગ નિયમન અધિનિયમ 1949ની કલમ 45 હેઠળ કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રની બેન્ક પર પ્રતિબંધ લગાવ્યા છે. યસ બેન્ક બાદ આ વર્ષે મુશ્કેલીઓમાં ફસાનારી લક્ષ્મી વિલાસ બેન્ક ખાનગી ક્ષેત્રની બીજી મોટી બેન્ક બની ગઈ છે. યસ બેન્ક પર માર્ચમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. સરકારે તે વખતે SBIની મદદથી યસ બેન્કને કટોકટીમાંથી  બહાર કાઢી હતી. SBIએ યસ બેન્કના 45 ટકા શેર 7250 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news