NTPC Green Energy IPO: ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવનાર લોકો માટે સારા સમાચાર છે. છેલ્લા કેટલાક સમયથી જે આઈપીઓની ચર્ચા હતી તે હવે ઓપન થવાનો છે. આ આઈપીઓ- પબ્લિક સેક્ટરની એનટીપીસી લિમિટેડના ગ્રીન એનર્જી યુનિટ એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડનો છે. આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 19 નવેમ્બરે ખુલશે અને 22 નવેમ્બરે બંધ થશે. કંપનીએ પોતાના આઈપીઓ માટે પ્રતિ ઈક્વિટી શેર પ્રાઇઝ બેન્ડ 102-108 રૂપિયા નક્કી કરી છે. ઈન્વેસ્ટરો 138 શેરના લોટ અને તેના ગુણકોમાં બોલી લગાવી શકે છે. એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડનો આઈપીઓ 10 હજાર કરોડ રૂપિયાનો છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર આજે 9 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વિગત
NTPC ગ્રીન એનર્જીનો ₹10,000 કરોડનો IPO સંપૂર્ણપણે ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ હશે અને તેમાં કોઈ ઓફર ફોર સેલ (OFS) ઘટક હશે નહીં. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના ₹27,870 કરોડના ઈસ્યુ અને સ્વિગીના ₹11,300 કરોડના આઈપીઓ પછી આ વર્ષનો ત્રીજો સૌથી મોટો આઈપીઓ હશે. લગભગ 75%  IPO સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત રહેશે, જ્યારે 15% ઇશ્યૂ બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત રહેશે. IPO ના 10% રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રહેશે. ₹200 કરોડ સુધીના શેર યોગ્ય કર્મચારીઓ માટે આરક્ષિત રહેશે, જેઓ બિડ કરતી વખતે શેર દીઠ ₹5નું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. શેરહોલ્ડર ક્વોટા હેઠળ NTPCના હાલના રોકાણકારો માટે ₹1,000 કરોડ સુધીના શેર અનામત રાખવામાં આવશે.


આ પણ વાંચોઃ અરે રે...આજે વધી ગયા સોનાના ભાવ, હજું પણ સસ્તું સોનું લેવાની છે તક, ફટાફટ જાણો રેટ


કંપનીનો કારોબાર
એનટીપીસી ગ્રીન એનર્જી મહારત્ન પીએસયુ એનટીપીસીની સહાયક કંપની છે અને યુટિલિટી સ્કેલ રિન્યુએબલ એનર્જી પરિયોજનાઓનો એક પોર્ટફોલિયો વિકસિત કરવામાં સામેલ છે. ઑફટેકર કોન્સન્ટ્રેશન રિસ્ક, સપ્લાયર કોન્સન્ટ્રેશન રિસ્ક અને પ્રોજેક્ટ એક્ઝિક્યુશન રિસ્ક એ કેટલાક જોખમી પરિબળો છે જેને NTPC ગ્રીન એનર્જીએ તેના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં પ્રકાશિત કર્યા છે.",