ગુજરાતી ન્યૂઝBusinessGold Rate Today: અરે રે...આજે વધી ગયા સોનાના ભાવ, હજું પણ સસ્તું સોનું લેવાની છે તક, ફટાફટ જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today: અરે રે...આજે વધી ગયા સોનાના ભાવ, હજું પણ સસ્તું સોનું લેવાની છે તક, ફટાફટ જાણો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: બે ત્રણ દિવસ સુસ્તી બાદ હવે આજે બુધવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે તો સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આજે વળી પાછો વાયદા બજાર અને શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.

Gold Rate Today: અરે રે...આજે વધી ગયા સોનાના ભાવ, હજું પણ સસ્તું સોનું લેવાની છે તક, ફટાફટ જાણો લેટેસ્ટ રેટ

કોમોડિટી બજારમાં બે ત્રણ દિવસ સુસ્તી બાદ હવે આજે બુધવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે તો સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આજે વળી પાછો વાયદા બજાર અને શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જો તમે ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 266 રૂપિયા ચડીને 75166 રૂપિયાના સ્તરે પહોંચ્યુ છે જે કાલે 74900 પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 1393 રૂપિયા ચડીને 89645ના સ્તરે પહોંચી છે. જે કાલે 88252 પર ક્લોઝ થઈ હતી. 

Add Zee News as a Preferred Source

For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) November 13, 2024

ગઈ કાલે શુદ્ધ સોનું 1,519 રૂપિયા ગગડીને ઓપનિંગ રેટમાં 75,321 રૂપિયાના સ્તરે પહોંચ્યું હતું. જે સોમવારે 76,840 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં 2,554 રૂપિયાનો કડાકો થતા ભાવ 88,305 રૂપિયા પર પહોંચ્યો હતો જે સોમવારે 90,859 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

રિટેલ ભાવ પર ફેરવો નજર

For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/zRey441Zve

— IBJA (@IBJA1919) November 13, 2024

વાયદા બજારમાં ભાવ
આજે સવારે વાયદા બજારમાં ગોલ્ડ ફ્યૂચર 221 રૂપિયાની તેજી સાથે 75,122 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. જે કાલે 74,901 પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી 815 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચડી ગઈ અને 90,142 ના સ્તરે પહોંચી ગઈ. કાલે ચાંદી 89,327 રૂપિયાના ભાવે ક્લોઝ થઈ હતી. 

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news