નવી દિલ્હીઃ ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ  (Oriental Bank of Commerce)  અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા  (United Bank of India) નો વિલય પંજાબ નેશનલ બેન્કમાં થઈ ગયો છે. વિલયને કારણે આ બન્ને બેન્કોના ખાતા ધારકોના યૂઝર આઈડી (User ID) બદલી ગયા છે. એટલે કે ખાતાધારક જૂના યૂઝર આઈડીથી લેતી-દેતી કરી શકશે નહીં. 1 એપ્રિલ 2021થી OBC અને યૂબીઆઈના ખાતાધારકોના યૂઝર આઈડી બદલી જશે. જો તમે પણ યૂઝર આઈડી બદલશો નહીં તો નેટ બેન્કિંગનો ઉપયોગ કરી શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MICR Code અને IFSC Code પણ બદલાયા
પીએનબી તરફથી ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી છે કે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ  (Oriental Bank of Commerce) અને યુનાઇટેડ બેન્ક ઓફ ઈન્ડિયા (United Bank of India) ના જૂના ગ્રાહકોના User ID બદલી ગયા છે. OBC અને UBI બેન્કોનો બીએનબીમાં વિલય બાદ 1 એપ્રિલ, 2021થી  MICR Code અને IFSC Code પણ બદલી જશે. 


Budget 2021: ચૂકવણીના ડિજિટલ માધ્યમોને પ્રોત્સાહન આપવા યોજના માટે રૂ. 1,500 કરોડનો પ્રસ્તાવ


પીએનબીએ તે પણ જાણકારી આપી છે કે બન્ને બેન્કોના જૂના IFSC કોડ બદલી ગયા છે. 31 માર્ચ 2021 બાદ આ કોડ કામ કરશે નહીં. જૂના કોડનો ઉપયોગ કરવા પર ફંડ ટ્રાન્સફર થશે નહીં. ઓનલાઇન ટ્રાન્ઝેક્શન  (Online Transaction) માટે બેન્ક એકાઉન્ટ નંબરની સાથે બેન્ક IFSC કોડ પણ એડ કરવો પડે છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube