નવી દિલ્હી: આજે ફરી સામાન્ય જનતા માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલમાં 10 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગઇકાલે પણ ભાવઘટાડાથી રાહતનાં સમાચાર સામે આવ્યા હતા. ગત મહિને સતત ભાવ વધારા બાદ આજે પેટ્રોલ અને ડીઝલમાં ભાવઘટાડો જોવા મળ્યો હતો. અગાઉ પેટ્રોલ અને ડીઝલનાં ભાવોને કાબૂમાં રાખવા મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ પણ ક્રુડ કંપનીનાં CEO સાથે મહત્વપૂર્ણ બેઠક કરી કારણોની સમીક્ષા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં શુક્રવારે પણ સમાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાને કારણે છેલ્લા બે મહિનામાં આ ઘટાડો બીજી વાર કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં 24પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 10 પૈસનો ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યારે દિલ્હીમાં પેટ્રોલ 82.32 રૂપિયા અને ડીઝલ 75.48 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. મુંબઇમાં પેટ્રોલ 87.84 રૂપિયા અને ડીઝલ 79.13 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. 


આ પહેલા ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં 21 પૈસા અને ડીઝલના ભાવોમાં 11 પૈસાનો ઘટાડો નોધાયો હતો. આ પહેલા, 5 ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલ પર સરકારે 1.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને ક્રુડ કંપનીઓ દ્વારા પણ 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જેથી સામાન્ય માણસને 2.50 રૂપિયાની રાહત મળી હતી.