નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં ઘટાડા વચ્ચે ગુરૂવારે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. શરૂઆત કારોબારમાં MCX પર સોનું વાયદા 0.85% ઘટીને 51391 પ્રતિ 10 ગ્રામ થઇ ગયું છે. તો બીજી તરફ ચાંદી વાયદા 1.4% ઘટીને 67798 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું છે. ગત સત્રમાં સોનામાં 0.1% ઘટાડો નોંધાયો હતો,  જ્યારે ચાંદી સપાટ બંધ થઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લોબલ માર્કેટમાં મજબૂત અમેરિકી ડોલર વચ્ચે આજે સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ફેડરલ રિઝર્વએ આગામી કેટલાક વર્ષો સુધી વ્યાજ દરોમાં શૂન્યની આસપાસ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેનાથી ડોલર ઇન્ડેક્સ પોતાની પ્રતિદ્વંદ્રી કરન્સીના મુકાબલે 0.4% ચઢી ગયો, જેથી બીજા કરન્સીધારકો માટે સોનું મોંઘું થઇ ગયું. 


અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સોનામાં 137 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ સોનાનો ભાવ  53,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સિક્યોરિટીઝ અનુસાર રૂપિયામાં મજબૂતીને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં મંગળવારે સોનું 53167 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 


એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે જણાવ્યુ કે, રૂપિયામાં મજબૂતીને કારણે દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં બુધવારે 137 રૂપિયાનો ઘટાડો થયો છે. 


જો ચાંદીની વાત કરીએ તો ઘરેલૂ બજારમાં બુધવારે ચાંદીની હાજર માંગમાં 517 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ ઘટાડા બાદ ચાંદીનો ભાવ બુધવારે  70,553 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો. આ પહેલા મંગળવારે ચાંદી  71,070 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube