પ્રાઇવેટ ટ્રેનોના ભાડા હશે ફ્લાઇટ કરતાં ઓછા, આ દિવસથી થશે શરૂ
દેશમાં એપ્રિલ 2023થી ચાલનાર 151 ખાનગી રેલગાડીઓમાં હવાઇ જહાજના મુકાબલે ઓછું ભાડું હોઇ શકે છે. રેલવે બોર્ડ ચેરમેન વીકે યાદવએ કહ્યું આ રેલમાર્ગો પર યાત્રા ભાડું આ માર્ગોના હવાઇ યાત્રાના અનુરૂપ પ્રતિસ્પર્ધી હશે.
નવી દિલ્હી: દેશમાં એપ્રિલ 2023થી ચાલનાર 151 ખાનગી રેલગાડીઓમાં હવાઇ જહાજના મુકાબલે ઓછું ભાડું હોઇ શકે છે. રેલવે બોર્ડ ચેરમેન વીકે યાદવએ કહ્યું આ રેલમાર્ગો પર યાત્રા ભાડું આ માર્ગોના હવાઇ યાત્રાના અનુરૂપ પ્રતિસ્પર્ધી હશે. યાદવે ઓનલાઇન સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે યાત્રી રેલગાડી સંચાલનમાં ખાનગી કંપનીઓને ઉતરતાં રેલગાડીઓને ઝડપી દોડાવવા અને રેલવેના ડબ્બાઓની ટેક્નોલોજીમાં નવો ફેરફાર આવશે.
તેમણે કહ્યું કે ટેક્નોલોજી સારી થતાં રેલગાડીના જે કોચોને અત્યારે દરેક 4,000 કિલોમીટરની યાત્રા બાદ દેખરેખની જરૂર હોય છે ત્યારે આ સીમા લગભગ 40,00 કિલોમીટર થઇ જશે. તેથી તેમનો મહિનામાં એક અથવા બે વાર જ દેખરેખ કરવી પડશે. યાદવ દ્વારા આ ટિપ્પણીઓ રેલવેની યાત્રી સંચાલનમાં ખાનગી કંપનીઓને પ્રવેશ આપવાની સત્તાવાર જાહેરાત એક દિવસ બાદ આવી છે.
પાંચ ટકા સંચાલન ખાનગી
સરકારે 151 આધુનિક રેલગાડીઓના માધ્યમથી 109 યુગલ રેલમાર્ગો પર ખાનગી કંપનીઓ દ્વારા રેલગાડી ચલાવવાની અનુમતિ આપવા માટે પાત્રતા અરજી માંગે છે. ભારતીય રેલવે નેટવર્કને ખાનગી હાથોમાં સોંપવાને લઇને આશંકા સાથે જોડાયેલા એક પ્રશ્નના જવાબમાં રેલવે બોર્ડના ચેરમેને કહ્યું કે ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવનાર યાત્રી રેલગાડી સંચાલન ભારતીય રેલવેના કુલ યાત્રી રેલગાડી પરિચાલનના માત્ર પાંચ ટકા હશે. ભારતીય રેલવે અત્યારે લગભગ 2800 મેલ અથવા એક્સપ્રેસ રેલગાડીનું સંચાલન કરે છે.
ખાનગી કંપનીઓ રેલવે પાસેથી ખરીદશે ટ્રેનો
યાદવે કહ્યું કે ''ટ્રેનોની ખરીદી ખાનગી કંપનીઓ કરશે. તેમની દેખરેખની જવાબદારી પણ તેમને જ કરવી પડશે. દેશમાં ખાનગી ટ્રેનોનું સંચાલન એપ્રિલ 2023 સુધી શરૂ થવાની આશા છે. રેલગાડીના તમામ ડબ્બાઓની ખરીદી 'મેક ઇન ઇન્ડીયા' નીતિ હેઠળ કરવામાં આવશે.
માંગને અનુરૂપ હશે ભાડું
ખાનગી ક્ષેત્રની રેલગાડીઓનું ભાડું પ્રતિસ્પર્ધા તેમના માર્ગો પર દોડનાર બસ સેવા અને હવાઇ સેવા સાથે હશે. તેમણે કહ્યું કે યાત્રી રેલગાડી સંચાલનમાં ખાનગી કંપનીઓને લાવવાનો એક હેતુ એ પણ છે કે તેમને માંગના આધારે ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી રેલગાડીઓમાં 'વેઇટિંગ લિસ્ટ'માં ઘટાડો થશે.
ચૂકવવો પડશે કંપની આ ચાર્જ
યાદવે કહ્યું કે કંપનીઓને રેલવીને માળખાગત સુવિધાઓ, વિજળી, સ્ટેશન અને રેલમાર્ગો વગેરેના ઉપાયનો ચાર્જ પણ ચૂકવવો પડશે. એટલું જ નહી કંપનીઓને પ્રતિસ્પર્ધી બોલીઓ લગાવીને ભારતીય રેલવે સાથે રાજસ્વ પણ શેર કરવું પડશે. ખાનગી કંપનીઓને ટાઇમ ટેબલ મુજબ રેલગાડીઓનું સંચાલન 95 ટકા સમયબદ્ધતાનું પાલન સુનિશ્વિત કરવું પડશે. તેમને પ્રતિ એક લાખ કિલોમીટરની યાત્રા એકવારથી વધુવાર અસફળ ન થવાના રેકોર્ડ સાથે ચાલવું પડશે.
વિજળી મીટર સાથે જ લાગશે દંડ
યાદવે કહ્યું કે ''જો ખાનગી કંપનીઓ યાત્રી રેલગાડી સંચાલન સાથે જોડાયેલા કોઇપણ પ્રદર્શન માપદંડ પુરા કરવામાં અસફળ રહે છે તો તેના પર દંડ લગાવવામાં આવશે. દરેક રેલગાડી એન્જીનમાં એક વિજળી મીટર પણ થશે અને કંપનીઓને તેમના દ્વારા ઉપયોગ વિજળીની વાસ્તવિક ચૂકવણી કરવી પડશે. આ તેમને પોતાનો વિજળી ઓછો રાખવાને પ્રોત્સાહિત કરશે. તેમણે કહ્યું કે તેનાથી મુસાફરો ઓછા ખર્ચે સારી રેલગાડીઓ અને ટેક્નોલોજી મળી શકશે. ભારતીય રેલ 95 ટકા રેલગાડીઓનું સંચાલન ચાલુ રાખશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube