Penny Stock: દેશમાં શેરબજારમાં ગત રોજ 13 લાખ કરોડ રૂપિયા રોકાણ કારોના ડૂબી ગયા છે. જેમાં અદાણીની કંપનીઓને જબરદસ્ત ઝટકો લાગ્યો હતો. શેરબજારમાં રોકાણ એ રિસ્ક ગણાય છે. જેમાં તમે રોકાણ કરીને કમાણી કરી શકતા નથી. શેરબજારના રૂપિયા શેરબજારમાં સમાયા એમ જ કહેવત પડી નથી. અહીં તમારામાં ધીરજ હોય તો જ તમે કમાણી કરી શકો છો. સપ્તાહના બીજા કારોબારી દિવસે ઘણા એવા પેની શેરમાં અપર સર્કિટ લાગી. તેમાં એક પેની શેર ટેક્સટાઇલ કંપની ટ્યૂની ટેક્સટાઇલ મિલ્સ લિમિટેડ  (Tuni Textile Mills share price)નો છે. ટ્રેડિંગ દરમિયાન આ શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી. આ શેર 1.77 રૂપિયા પર બંધ થયો હતો અને હવે તેની કિંમત 2.12 રૂપિયા પર પહોંચી છે. તો 25 ઓક્ટોબર આ શેર 52 વીકના લો 1.34 રૂપિયાએ પહોંચ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે કેટલું રિટર્ન
ટ્યૂની ટેક્સટાઇલે બીએસઈના મુકાબલે એક વર્ષના સમયમાં 15 ટકાનું પોઝિટિવ રિટર્ન આપ્યું છે. છ મહિનામાં સ્ટોકે 30 ટકાથી વધુનું રિટર્ન ઈન્વેસ્ટરોને આપ્યું છે. એક મહિનાનું રિટર્ન 36 ટકા રહ્યું છે. જોકે, આ પેની સ્ટોક હોવાથી રોકાણકારોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.  


કોની પાસે કેટલા શેર
ટ્યૂની ટેક્સટાઇલ મિલ્સ લિમિટેડની શેરહોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર્સની પાસે 21.73 ટકા ભાગીદારી છે. પબ્લિક શેરહોલ્ડિંગ 78.27 ટકા છે. પ્રમોટરમાં 10 વ્યક્તિગત છે. તેમાં નરેન્દ્ર કુમાર સુરેકા, પ્રદીપ કુમાર સુરેકા, ઉર્મિલા સુરેકા, પ્રભુદયાક સુરેકા સામેલ છે. નરેન્દ્ર કુમાર સુરેકાની પાસે કંપનીના 31,48,500 શેર કે 2.41 ટકા ભાગીદારી છે. તો પ્રભુદયાલ સુરેકા પાસે કંપનીના 87,13,000 શેર છે. આ 6.67 ટકા ભાગીદારી બરાબર છે. 


આ પણ વાંચોઃ આ દિગ્ગજ કંપનીનો ગમે ત્યારે આવશે IPO, અંબાણીથી લઈને ટાટાને આપે છે જબરદસ્ત ટક્કર


કંપની વિશે જાણો
નોંધનીય છે કે ટ્યૂની ટેક્સટાઇલ સિંથેટિક શર્ટિંગના નિર્માણ સિવાય ટ્રેડિંગ એક્ટિવિટી અને જોબ વર્કમાં લાગેલી છે. કંપનીની સ્થાપના 1987માં થઈ હતી. કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે. 


(નોટઃ આ રોકાણની સલાહ નથી. અહીં માત્ર શેરના પરફોર્મંસ વિશે જાણકારી આપવામાં આવી છે. શેરમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો.