નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા ચાર દિવસથી સતત વધારો થાય છે. છેલ્લા ચાર દિવસોમાં પેટ્રોલ 41 પૈસા અને ડીઝલ 50 પૈસા સુધી મોંઘુ થયું છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 13 પૈસા અને ડીઝલમાં 14 પૈસાનો ભાવ વધારો થયો છે. એક લીટર પેટ્રોલની કિંમત 72.07 રૂપિયા અને ડીઝલની કિંમત 67.41 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈમાં પેટ્રોલ 13 પૈસા અને ડીઝલ 15 પૈસા મોંઘુ થયું છે. એક લીટર પેટ્રોલની કિંમત 77.70 અને ડીઝલની કિંમત 70.62 રૂપિયા છે. કોલકત્તામાં પેટ્રોલ 13 પૈસા અને ડીઝલ 14 પૈસા મોંઘુ થયું છે. પેટ્રોલની કિંમત 74.16 રૂપિયા અને ડીઝલની કિંમત 69.20 રૂપિયા છે. ચેન્નઈમાં પેટ્રોલ 13 પૈસા અને ડીઝલના ભાવમાં 15 પૈસાનો વધારો થયો છે. એક લીટર પેટ્રોલની કિંમત 74.84  અને ડીઝલની કિંમત 71.24 રૂપિયા છે. 


નોઈડા અને ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ 10 પૈસા અને ડીઝલ 12 પૈસા મોંઘુ થયું છે. પેટ્રોલ 71.61 રૂપિયા અને ડીઝલ 66.38 રૂપિયા પ્રતિ લીટર છે. ગુરૂગ્રામમાં પેટ્રોલ અને ડીઝલ 8-8 પૈસા પ્રતિ લીટર મોંઘા થયા છે. એક લીટર પેટ્રોલની કિંમત 72.28 રૂપિયા અને ડીઝલની કિંમત 66.61 રૂપિયા છે.