તહેવારોની સિઝનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થયો ઘટાડો, જાણો શું છે આજના ભાવ
છેલ્લા 16 દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો આવી રહ્યો છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલમાં 20 પૈસાનો ઘટાડો આવવાથી પેટ્રોલના ભાવ 80 રૂપિયાની નીચે આવી ગયા હતા.
નવી દિલ્હી: સતત 16માં દિવસે સામાન્ય જનતા માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે જેનાં ભાગરૂપે પેટ્રોલમાં 19 પૈસા અને ડીઝલમાં 14 પૈસા પ્રતિ લિટરનો ભાવઘટાડો નોંધાયો છે. સતત ભાવઘટાડાને કારણે જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. ભાવ ઘટાડાને કારણે દિલ્હીમાં પેટ્રોલ 79.18 રૂપિયે લીટર જ્યારે ડીઝલ 73.64 રૂપિયે લીટર વેચાઇ રહ્યુ છે. આપણી આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલ 84.68 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડિઝલ 77.18 રૂપિયા પ્રતિ લીટરે વેચાણ કરાવામાં આવી રહ્યું છે.
મુંબઇમાં ગુરુવારે પેટ્રોલ 18 પૈસાનો ભાવોમાં ઘટાડો આવ્યો હતો. જેથી અહિં પેટ્રોલના ભાવ ઘટીને 84.86 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. સાથે જ ડીઝલના ભાવમાં પણ 16 પૈસાનો ઘટા઼ડો આવ્યો છે. જેથી અહિં ડીઝલનો ભાવ 77.32 રૂપિયા પ્રતિ લીટર થયો છે. મહત્વનું છે, કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત 16 દિવસથી ઘટાડો આવી રહ્યો છે. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં આવેલા ઘટાડોને કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 80 રૂપિયાની નીચે પહોંચ્યો છે.
વધુ વાંચો...તહેવારોના સમયગાળામાં જનતાને રાહત, આજે ફરી ઘટ્યા પેટ્રોલના ભાવ, જાણો કેટલો થયો ઘટાડો
શેર બજારમાં દેખાઇ દિવાળી, જાણવા ક્લિક કરો