નવી દિલ્હી: ભારત હવે સાઉદી અરબના બદલે ઇરાન પાસેથી વધુ ઓઇલ ખરીદી રહ્યું છે. સાઉદી અરબ ભારતને ઓઇલ આયાત કરનાર દેશોની યાદીમાં બીજા નંબરે હતું પરંતુ ઇરાને ઓઇલની આયાતની આકર્ષક નાણાકીય યોજના દ્વારા સાઉદી અરબને આ મામલે પાછળ છોડી દીધું. પેટ્રોલિયમ મંત્રીએ સંસદમાં જણાવ્યું કે ઇરાન ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં ભારત સરકારની ઓઇલ કંપનીઓને કાચુ ઓઇલ નિર્યાત કરનાર બીજો મોટો આપૂર્તિકર્તા રહ્યો છે. જોકે અમેરિકાની કડકાઇના લીધે ભારતને ઇરાન પાસેથી ઓઇલ કરવું પડી શકે છે. કારણ કે ઇરાન વિરૂદ્ધ હાલ અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યા છે. જેથી તેની સાથે કોઇપણ દેશ વેપારી ગતિવિધિઓ ન કરી શકે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM નરેંદ્ર મોદીનું રવાંડામાં ભવ્ય સ્વાગત, ભારતે કરોડોની લોન આપવાની ઓફર


અમેરિકાએ મે મહિનામાં તોડી દીધો હતો કરાર
અમેરિકાએ 8મે 2018ના રોજ ઇરાન સાથે થયેલા સંયુક્ત વૃહદ કાર્ય યોજનાવાળા આંતરરાષ્ટ્રીય કરારથી બહાર નિકળવાનીએ જાહેરાત કરી હતી આ સાથે જ કાચા ઓઇલની આયાત કરવા સહિત ઇરાન સાથે વેપાર કરનાર કંપનીઓ પર ફરીથી પ્રતિબંધ લગાવવા સંબંધી પૂછવામાં આવતાં કેટલાક પ્રશ્નો પણ જાહેર કર્યા હતા. 


ઇરાન પાસેથી 56 લાખ ટન કાચું ઓઇલ આયાત થયું
ગત નાણાકીય વર્ષમાં સરકારી ઓઇલ કંપનીઓએ ઇરાન પાસેથી આયાત થનાર કાચા ઓઇલમાં ઘટાડો થયો છે. આ સાથે પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં આ ઓઇલ કંપનીઓએ ઇરાન પાસેથી 56.70 લાખ ટન કાચુ ઓઇલ આયાત કર્યું. આ માત્ર સાઉદી અરબથી વધુ રહી. ઇરાક બાદ સરકારી ઓઇલ કંપનીઓએ સૌથી વધુ કાચું ઓઇલ ઇરાન પસેથી ખરીદ્યું. ધમેંદ્ર પ્રધાને લોકસભામાં કહ્યું કે 2017-18 દરમિયાન ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કુલ 98 લાખ ટન કાચા ઓઇલની ખરીદી કરી જ્યારે તેના ગત વર્ષે આ કંપનીઓએ કુલ એક કરોડ 30 લાખ ટન કાચુ ઓઇલ આયાત કર્યું.

EXCLUSIVE: પાકિસ્તાન સાથે તણાવ માટે મોદી સરકાર જવાબદાર- ઇમરાન ખાન


ઇંડિયન ઓઇલ તથા એચપીસીએલે કર્યું ઓઇલ આયાત
ચાલુ નાણાંકીય વર્ષની શરૂઆતી 3 મહિના દરમિયાન સરકારી ઓઇલ કંપનીએ 56.70 લાખ ટન કાચું ઓઇલ આયાત કર્યું. તેની કિંમત 19,978.46 કરોદ રૂપિયા રહી. ઇરાન પાસેથી કાચું ઓઇલ આયાત કરનાર સરકારી ક્ષેત્રની કંપનીઓમાં મંગલૂર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (એમઆરપીએલ), ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ (એચપીસીએલ) સામેલ છે.