ફરી સસ્તુ થયું પેટ્રોલ, સતત પાંચમા દિવસે ઘટાડા બાદ 70ની નજીક પહોંચ્યું પેટ્રોલ
અઠવાડિયા પહેલા કારોબારી દિવસ સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. લગભગ ગત એક મહિનાથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલમાં ઘટાડો થતાં સ્થાનિક બજારમાં ગ્રાહકોને પણ ફાયદો મળી રહ્યો છે. સોમવારે પેટ્રોલના ભાવામં પ્રતિ લીટર 24 પૈસા અને ડીઝલના ભાવમાં 27 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 70.31 રૂપિયા અને ડીઝલ 64.82 રૂપિયા પ્રતિ લીટૅર થઇ ગયું છે. આ પહેલાં રવિવારે દિલ્હીમાં પેટ્રોલ 70.55 રૂપિયા અને ડીઝલ 65.09 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર હતું.
નવી દિલ્હી: અઠવાડિયા પહેલા કારોબારી દિવસ સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. લગભગ ગત એક મહિનાથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલમાં ઘટાડો થતાં સ્થાનિક બજારમાં ગ્રાહકોને પણ ફાયદો મળી રહ્યો છે. સોમવારે પેટ્રોલના ભાવામં પ્રતિ લીટર 24 પૈસા અને ડીઝલના ભાવમાં 27 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 70.31 રૂપિયા અને ડીઝલ 64.82 રૂપિયા પ્રતિ લીટૅર થઇ ગયું છે. આ પહેલાં રવિવારે દિલ્હીમાં પેટ્રોલ 70.55 રૂપિયા અને ડીઝલ 65.09 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર હતું.
એક્ઝિટ પોલથી શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 600 પોઈન્ટનું ગાબડું
70 રૂપિયા નજીક પહોંચ્યું પેટ્રોલ
દિલ્હીમાં પેટ્રોલ 70 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. રવિવારે મુંબઇમાં પણ પેટ્રોલના ભાવમાં 23 પૈસા અને ડીઝલના ભાવમાં 29 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો. આ સાથે જ અહીં સોમવારે પેટ્રોલના ભાવ 75.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 67.81 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું. સોમવારે કલકત્તા અને ચેન્નઇમાં ક્રમશ: 72.37 રૂપિયા અને 72.92 રૂપિયાના સ્તર પહોંચી ગયું. આ ઉપરાંત ડીઝલ ક્રમશ: 66.55 રૂપિયા અને 68.41 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું.
દરરોજ 7 રૂપિયા જમા કરાવો અને મેળવો 5,000 રૂપિયા પેંશન, મોદી સરકારની છે આ યોજના
બ્રેંટ ક્રૂડના ભાવમાં તેજી
બીજી તરફ ઓપેક અને બિન-ઓપેક ઓઇલ ઉત્પાદક દેશો વચ્ચે ઉત્પાદનમાં ઘટાડા પર સહમતિના સમાચાર વચ્ચે બ્રેંટ ક્રૂડના ભાવમાં તેજી જોવા મળી છે. સોમવારે બ્રેંટ ક્રૂડના ભાવમાં 0.76 ટકાની તેજી સાથે 62.14 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગઇ. સાઉદી અરબ અને રૂસ સહિત ઓઇલ ઉત્પાદકો વચ્ચે ઓઇલ ઉત્પાદનમાં કુલ 12 લાખ બેરલ દરરોજના ઘટાડા પર સહમતિ બની છે. ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં દરરોજ 12 લાખ બેરલ સુધી થનાર ઘટાડો જાન્યુઆરીથી છ મહિના માટે લાગૂ થશે. એવામાં ફરીથી ઓઇલના ભાવમાં વધારાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
HOME લોન ટ્રાંસફર કરશો તમને થશે મોટો ફાયદો, વ્યાજ પર બચશે લાખો રૂપિયા
લોકસભાની ચૂંટણી પહેલાં વધશે ભાવ
2019ની લોકસભાની ચૂંટણી પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના સંકેત સરકાર માટે એક આંચકો માનવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં ઘટાડા બાદ કેંદ્વ સરકારે પણ પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં એક્સાઇઝ ડ્યૂટી ઘટાડીને રાહત આપી હતી. કેંદ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2.5 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. રાજ્ય સરકારો પાસે પણ 2.5 રૂપિયાનો ઘટાડો કરવાનો આગ્રહ કર્યો હતો. ત્યારબાદ ઘણા રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ 5 રૂપિયા સુધી ઓછા કર્યા હતા.