ઝી મીડિયા/બ્યૂરો :પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 14મા દિવસે તેલ કંપનીઓએ વધારો કર્યો છે. આ 14 દિવસોમાં પેટ્રોલની કિંમતો (Petrol price) માં 7.62 રૂપિયા અને ડીઝલ (diesel price) માં 8.28 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. જોકે, કાચા તેલના ભાવ પહેલાની સરખામણીમાં ઓછા થયા છે. આવામાં તેલ કંપનીઓ દ્વારા ભાવમાં સતત વધારો થવાથી દેશવાસીઓના ખિસ્સા પર અસર પડી રહી છે. તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 51 પૈસા અને ડીઝલમાં 61 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. 


રાજ્યસભા ચૂંટણી : શું વોટિંગ ન કરીને BTP એ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું?  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર શહેરોમાં આજનો ભાવ
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 78.88 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. આ રીતે ડીઝલના ભાવમાં 77.67 રૂપિયા પ્રતિ લીટર થયો છ. તો આર્થિક રાજધાની મુંબઈમાં ભાવ 85 રૂપિયાને પાર જતો રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 85.70 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 76.11 રૂપિયા પ્રતિ લીટર થયો છે. કોલકાત્તામાં પેટ્રોલ 80.62 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 73.07 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલ 82.27 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 75.29 રૂપિયા પ્રતિ લીટરના હિસાબે વેચાઈ રહ્યું છે. 


સુશાંતની પ્રેમિકા રિયા ચારેતરફથી ઘેરાઈ, હવે જિયા ખાનની માએ મૂક્યો મોટો આરોપ 


પેટ્રોલ-ડીઝલ પર વિશ્વમાં સૌથી વધુ ટેક્સ
દેશમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ 69 ટકા થઈ ગયો છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ગત વર્ષ સુધી ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર 50 ટકા સુધીનો ટેક્સ હતો. જો વાત વિકસીત અર્થવ્યવસ્થાની કરીએ તો અમેરિકામાં કુલ કિંમતનો 19 ટકા, જાપાનમાં 47 ટકા, યુકેમાં 62 ટકા અને ફ્રાન્સમાં 63 ટકા ટેક્સરૂપે લાગે છે.


ચીનના પેટમાં ફાળ પડશે, દાયકા જૂના સૈન્ય સાથીદારની વિક્ટરી પરેડમાં ભાગ લેશે ભારત


રોજ બદલાય છે ભાવ
ઉલ્લેખનીય છે કે, પ્રતિ દિન સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ થાય છે. સવારે 6 વાગ્યાથી નવા દર લાગુ થઈ જાય છે. પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બે ગણો થઈ જાય છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર