ચીનના પેટમાં ફાળ પડશે, દાયકા જૂના સૈન્ય સાથીદારની વિક્ટરી પરેડમાં ભાગ લેશે ભારત

મોદી સરકાર વૈશ્વિક સ્તર પર ચીનને અલગ થલગ કરવાના પ્રયાસોમાં લાગી ગયું છે. તમામ દેશ ચીનની કાયરતા માટે તેની આલોચના કરી રહ્યું છે. આ વચ્ચે, રશિયાએ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) ને મોસ્કોમાં 24 જૂનના રોજ યોજાનારી વિક્ટરી ડે પરેડમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યાં છે. રાજકીય સૂત્રોએ આ વિશે માહિતી આપી છે.
ચીનના પેટમાં ફાળ પડશે, દાયકા જૂના સૈન્ય સાથીદારની વિક્ટરી પરેડમાં ભાગ લેશે ભારત

ઝી મીડિયા/બ્યૂરો :મોદી સરકાર વૈશ્વિક સ્તર પર ચીનને અલગ થલગ કરવાના પ્રયાસોમાં લાગી ગયું છે. તમામ દેશ ચીનની કાયરતા માટે તેની આલોચના કરી રહ્યું છે. આ વચ્ચે, રશિયાએ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) ને મોસ્કોમાં 24 જૂનના રોજ યોજાનારી વિક્ટરી ડે પરેડમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યાં છે. રાજકીય સૂત્રોએ આ વિશે માહિતી આપી છે.

વડોદરા : વાઘોડિયા GIDCની એગ્રો ઈન્ડસ્ટ્રીઝમા લાગી આગ, બે કલાક બાદ પણ કાબૂ બહાર

હકીકતમાં, દ્વિતીય વિશ્વ યુદ્ધમાં સોવિયય સંઘની જીતની 75મી વર્ષગાંઠના અવસર પર આ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. એવી સૂચના છે કે, પૂર્વીય લદ્દાખમાં ભારતીય અને ચીની સેનાની વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને રક્ષા મંત્રીના કાર્યાલય આ આમંત્રણ પર સકારાત્મક તરીકે વિચારી રહ્યું છે, કારણ કે, રશિયા ભારતનો દાયકો જૂનો સૈન્ય સાથીદાર છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજધાની મોસ્કોના રેડ સ્કેવર પર થનારી આ પરેડમાં ભાગ લેવા માટે ભારત ત્રણેય સનાઓની એક-એક ટુકડીને મોકલી રહ્યું છે. 75 સદસ્યોના ભારતીય દળ ચીન સહિત 11 દેશોની સૈન્ય ટુકડીઓની સાથે આ પરેડમાં ભાગ લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news