નવી દિલ્હી: મહિનાના પહેલા દિવસે પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel price)માં ઘટાડા બાદ બીજા દિવસે ડીઝલમાં સ્થિરતાનો માહોલ રહ્યો. જ્યારે સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો આવ્યો છે. 1 નવેમ્બરના રોજ પેટ્રોલના ભાવમાં 6 પૈસા અને ડીઝલમાં 5 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે. શનિવારે સવારે 5 પૈસા પેટ્રોલના ભાવમાં 5 પૈસાનો ઘટાડો આવ્યો, ડીઝલ જૂના સ્તર પર યથાવત રહ્યું હતું. શનિવારે સવારે પેટ્રોલ 72.81 રૂપિયા અને ડીઝલ 65.80 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રીજા મહિને મોટો વધારો, હવે આટલામાં મળશે સિલિન્ડર


શનિવારે સવારે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.52 રૂપિયા, 78.48 રૂપિયા અને 75.68 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. તો બીજી તરફ ડીઝલનો ભાવ પણ ક્રમશ: 68.19 રૂપિયા 68.99 રૂપિયા અને 69.54 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું હતું. જાણકારોનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં સામાન્ય ઉથલ પાથલ દૌર આગામી સમયમાં ચાલુ રહેશે. ઓક્ટોબર મહિનામાં પેટ્રોલના ભાવમાં લગભગ 2 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 1.50 રૂપિયા પ્રતિ લીટરથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. 

Yamaha એ લોન્ચ કર્યું 3 પૈડાવાળુ Tricity 300 સ્કૂટર! જાણો શું છે ખાસિયત?


સાઉદી અરામકો પર હુમલા બાદ થોડા દિવસોમાં જ પેટ્રોલના ભાવમાં લગભગ અઢી રૂપિયો પ્રતિ લીટરની તેજી નોંધાઇ હતી. ડીઝલ પણ દોઢ રૂપિયાથી વધુ મોંઘુ થયું હતું. હવે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયા બાદ ઘરેલૂ બજારમાં પણ ઘટાડો આવી રહ્યો છે. શુકરવારે સવારે બ્રેંટ ક્રૂડ 61.69 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ 56.20 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે.