Yamaha એ લોન્ચ કર્યું 3 પૈડાવાળુ Tricity 300 સ્કૂટર! જાણો શું છે ખાસિયત?

જાપાની વાહન નિર્માતા કંપની Yamaha એ Tricity 300 સ્કૂટરને લોન્ચ કર્યું છે. તેના આગળના ભાગમાં બે વ્હીલ અને પાછળની તરફ એક વ્હીલ આપવામાં આવ્યું છે. એકદમ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજ્જ આ સ્કૂટરને કંપનીએ ટોક્યો મોટર શોમાં પ્રદર્શિત કર્યું છે. જોકે તેની કિંમત વિશે કોઇપણ જાણકારી શેર કરી નથી. 

Yamaha એ લોન્ચ કર્યું 3 પૈડાવાળુ Tricity 300 સ્કૂટર! જાણો શું છે ખાસિયત?

નવી દિલ્હી: જાપાની વાહન નિર્માતા કંપની Yamaha એ Tricity 300 સ્કૂટરને લોન્ચ કર્યું છે. તેના આગળના ભાગમાં બે વ્હીલ અને પાછળની તરફ એક વ્હીલ આપવામાં આવ્યું છે. એકદમ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજ્જ આ સ્કૂટરને કંપનીએ ટોક્યો મોટર શોમાં પ્રદર્શિત કર્યું છે. જોકે તેની કિંમત વિશે કોઇપણ જાણકારી શેર કરી નથી. 

ત્રણ પૈડાવાળા Yamaha Tricity 300 કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા મોડલ Tricity 125 અને Niken વચ્ચે ઉતારવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની ઇટલીમાં આયોજિત થનાર મિલન મોટર શોમાં સ્કૂટરની કિંમતનો ખુલાસો કરશે. તેને કંપનીએ પોતાની Tricity ફેમિલી સાથે હળતી મળતી પારંપારિક ડિઝાઇન આપવામાં આવી છે, પરંતુ આ પહેલાં કરતાં વધુ મસક્યૂલર અને સ્પોર્ટી અવતારમાં રજૂ કરવામાં આવે છે. 

Yamaha નો દાવો છે કે નવી સ્કૂટર પોતાના સેગ્મેંટમાં સૌથી સારું પરર્ફોમન્સ આપે છે અને તે પોતાના ક્લોસમાં સૌથી હલકી છે. આ સ્કૂટરમાં કંપનીએ 300cc ની ક્ષમતાનું લિક્વિડ કૂલ્ડ, 4 સ્ટ્રોક એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ સ્કૂટરમાં કંપનીએ સારા શાનદાર સસ્પેંશનનો ઉપયોગ કર્યો છે. જો ડ્રાઇવિંગ દરમિયાન સ્કૂટરની આગળના પૈડા અલગ-અલગ તળીયા પર પહોંચે છે તો તે દિશામાં પણ તેનો સસ્પેંશન પૈડાને જરૂરિયાત અનુસાર સપોર્ટ કરે છે.

જોકે આ ત્રણ પૈડાવાળા સ્કૂટરને ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે કે નહી, તેના વિશે કંપનીએ હજુ સુધી કોઇ જાણકારી શેર કરી નથી. હાલના સમયમાં આ સેગ્મેંટનું એકપણ વાહન ભારતીય બજારમાં ઉપલબ્ધ નથી. આ ઉપરાંત તેને કેટલા લોકો પસંદ કરશે અથવા ખરીદશે તેના વિશે કંઇપણ કહી ન શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news